ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેટ માઈનર્સની મદદ લેવાઈ

  • November 28, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મદ્રાસ સેપર્સને બોલાવવામાં આવ્યા છે. મદ્રાસ સેપર્સ એ આર્મીના નિવૃત્ત સૈનિકો અને ઉચ્ચ વર્ગના એન્જિનિયરોનું જૂથ છે. જ્યાં પણ મુશ્કેલ મિશન હોય અને એન્જિનિયરોની જરૂર હોય ત્યાં મદ્રાસ સેપર્સ બોલાવવામાં આવે છે.


ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોના જીવ બચાવવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. સમય પસાર થઈ રહ્યો છે અને બહાર આવવા માટે સુરંગમાં ફસાયેલા કામદારોની બેચેની પણ વધી રહી છે. આ જ કારણ છે કે ઓગર મશીનના તૂટેલા ભાગને બહાર કાઢ્યા બાદ હવે દરેકની આશા મેન્યુઅલ ડ્રિલિંગ પર ટકેલી છે.ટનલની અંદર દરેક પ્રકારના મશીન ફેલ થયા બાદ હવે પર્વતને હાથથી કાપવાની તૈયારી ચાલી રહી છે. જેમાં ઉંદરોની જેમ હાથ વડે સુરંગ ખોદવામાં આવશે અને 41 જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મેન્યુઅલ ડ્રિલિંગ દરમિયાન, ભારતીય સેનાના સૈનિકો છીણી અને હથોડીની મદદથી ટનલને કાપી નાખશે અને અન્ય એજન્સીઓના લોકો હાથ વડે કાટમાળ હટાવવાનો પ્રયાસકરશે. આ સમગ્ર મિશન મદ્રાસ સેપર્સના સૈનિકો દ્વારા હાથ ધરવામાં આવશે. આ જ કારણ છે કે સેનાએ આ મિશનને રેટ માઈનિંગ નામ આપ્યું છે.


મદ્રાસ સેપર્સના ઇતિહાસ પર નજર કરીએ તો, તે બ્રિટિશ યુગ દરમિયાન તેને તૈનાત કરવામાં આવ્યું હતું. તે સમયે આ જૂથ મદ્રાસ શેફર્ડ તરીકે ઓળખાતું હતું. તેમને એવી રીતે તાલીમ આપવામાં આવી હતી કે આ જૂથમાં સામેલ સૈનિકો કોઈપણ હથિયાર વિના સૌથી મોટા પડકારોને પાર કરી શકે.1947માં આઝાદી પછી તરત જ, મદ્રાસ સેપર્સ જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ જૂથના મોટાભાગના સૈનિકો દક્ષિણ ભારત સાથે સંકળાયેલા હતા. તેમણે જમ્મુમાં ઘણા મોટા બચાવ કાર્ય હાથ ધયર્િ છે. એટલું જ નહીં મદ્રાસ સેપર્સે ઓપરેશન પોલોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.


મદ્રાસ સેપર્સ એ ભારતીય સેનાના અનુભવી અને ઉચ્ચ કક્ષાના એન્જિનિયરોનું જૂથ છે. આ ગ્રુપ સાથે જોડાયેલા એન્જિનિયરોનું કામ સેનાનો રસ્તો સરળ બનાવવાનું છે. એન્જિનિયરિંગ યુનિટની સૌથી મોટી જવાબદારી ચાલવા માટે પુલ બનાવવાની છે.


મોદીએ કરી પ્રાર્થના, કહ્યું સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
પીએમ મોદીએ કહ્યું કે સરકાર અને તમામ એજન્સીઓ સાથે મળીને ટનલમાં ફસાયેલા મજૂરોને સંકટમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી. પરંતુ આપણે આ રાહત અને બચાવ કામગીરી ખૂબ જ સાવધાનીપૂર્વક પૂર્ણ કરવી પડશે. આ અભિયાનમાં કુદરત આપણને સતત પડકારો આપી રહી છે. આમ છતાં અમે મક્કમ છીએ. વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થના કરી હતી. હૈદરાબાદના એનટીઆર સ્ટેડિયમમાં આયોજિત કોટી દીપોત્સવમ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને મજૂરો માટે સંવેદના વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application