ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગરમી એટલી બધી કહેર મચાવી રહી છે કે છેલ્લા ઘણા વર્ષેાના રેકોર્ડ તૂટી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ તાપમાનનો પારો ૫૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે.હકીકતમાં, આ સમયે દેશના ઘણા વિસ્તારોમાં ગરમીએ પોતાનું ભીષણ સ્વપ બતાવ્યું છે. કાળઝાળ ગરમીમાં માથા પર માલ બાંધીને પરસેવાથી નહાતો એક માણસ, બસ આ આશામાં કે જલ્દી વરસાદ પડશે અને આ ગરમીથી રાહત મળશે. ઉત્તર અને મધ્ય ભારતનો મોટો હિસ્સો ભારે ગરમીની ઝપેટમાં છે.રાજસ્થાનના ચુ અને હરિયાણાના સિરસામાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, યારે દિલ્હીમાં પણ તાપમાન ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમી દિનપ્રતિદિન કહેર મચાવી રહી છે. તેના ઉપર કાળઝાળ ગરમીના મોજાથી લોકોની હાલત કફોડી બની છે. પર્વત હોય કે મેદાનો દરેક જગ્યાએ ભારે ગરમીની અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હવામાન વધુ ગરમ થવાની ધારણા છે.
રાજસ્થાનનું ચુ દેશનું સૌથી ગરમ સ્થળ
રાજસ્થાનનું ચુ દેશનું સૌથી ગરમ સ્થળ હતું, યાં મહત્તમ તાપમાન ૫૦.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પછી હરિયાણાના સિરસામાં તાપમાન ૫૦.૩ ડિગ્રી પર પહોંચી ગયું. યારે દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં તાપમાન ૪૯.૯ ડિગ્રી સેલ્સિયસ, નજફગઢમાં ૪૯.૮ ડિગ્રી, હરિયાણાના સિરસામાં ૪૯.૫ ડિગ્રી, રાજસ્થાનના ગંગાનગરમાં ૪૯.૪ ડિગ્રી, રાજસ્થાનના પિલાની અને ફલોદીમાં અને ઝાંસીમાં ૪૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દિલ્હીમાં સીઝનનો સૌથી ગરમ દિવસ
દિલ્હીમાં આકરી ગરમી ચાલુ રહી છે અને રાષ્ટ્ર્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં પારો ૫૦ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયો હતો. દિલ્હીમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળોએ મહત્તમ તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ નોંધાયું હતું.દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં ૪૯.૯ ડિગ્રી અને નજફગઢમાં ૪૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે આ સિઝનમાં રાજધાનીમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે દિવસ સુધી આકરી ગરમીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી
ઝાંસીમાં ગરમીનો ૧૩૨ વર્ષનો રેકોર્ડ તૂટયો
તીવ્ર ગરમીના મોજા વચ્ચે મંગળવારે ગરમીએ એક સાથે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. યુપીના ઝાંસીમાં સૂરજ કેવી રીતે ઝળહળી રહ્યો છે તેનો અંદાજ મેળવો, કારણ કે તાપમાનનો પારો ૪૯ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ૧૩૨ વર્ષમાં પહેલીવાર ગરમીનો પારો ૪૯ ડિગ્રીએ પહોંચ્યો હતો. ૧૮૯૨થી અત્યાર સુધીના ૧૩૨ વર્ષમાં ઝાંસનું તાપમાન કયારેય ૪૯ ડિગ્રી સુધી પહોંચ્યું ન હતું. આ પહેલા ૨૦ મે ૧૯૮૪ના રોજ તાપમાનનો પારો ૪૮.૨ પહોંચી ગયા હતા. ૨૬ મે, ૧૯૯૮ના રોજ ઝાંસીમાં તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. યુપીના મુખ્ય પ્રવાસન સ્થળ આગ્રામાં દિવસનું તાપમાન ૪૮.૬ ડિગ્રીએ પહોંચી ગયું છે. યારે વારાણસીમાં પારો ૪૭.૬ ડિગ્રી નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, અગાઉ આ ત્રણ શહેરોમાં મે મહિનામાં આટલી ગરમી કયારેય ન હતી.
પાણી અને વીજળીની તંગી
કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગ વધી છે અને અનેક ભાગોમાં વીજળી અને પાણીની અછત સર્જાઈ છે. સેન્ટ્રલ વોટર કમિશન મુજબ, ભારતના ૧૫૦ મોટા જળાશયોમાં પાણીનો સંગ્રહ ગયા અઠવાડિયે તેમના કુલ સંગ્રહના માત્ર ૨૪ ટકા જ રહ્યો, જેના કારણે ઘણા રાયોમાં પાણીની અછત વધી છે અને જળવિધુત ઉત્પાદનને અસર થઈ છે.
કોચીમાં વાદળ ફાટવાથી ચારના મોત, પાણી ભરાયા
કોચી: ઉતર ભારતમાં ગરમી કહેર વર્તાવી રહી છે તો દક્ષીણ ભારતમાં વરસાદે જીવ લેવાનું શ કયુ છે. કોચીમાં વાદળ ફાટવાથી ચારના મોત થયા છે તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે અને હવામાન વિભાગે એ આ બંને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કયુ છે. એ જ રીતે પથાનમથિટ્ટા, અલપ્પુઝા અને ઇડુક્કી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એસોસિયેટ પ્રોફેસર એસ. અભિલાષના જણાવ્યા અનુસાર, તેમના પરિસરમાં ૯૦ મિનિટમાં રેકોર્ડ ૯૮.૪ મીમી વરસાદ નોંધ્યો હતો. કોચીના કક્કનાડુમાં આવેલ ઈન્ફોપાર્ક આઈટી પાર્ક ભારે વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. રાયની વ્યાપારી રાજધાની કોચીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech