અગ્નિકાંડના મુખ્ય આરોપી સાગઠિયાની જામીન અરજીની હવે 14મીએ સુનાવણી

  • October 10, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અતિ ચકચારી ટીઆરપી ગેમ ઝોનના ગોઝારા અગ્નિકાંડના પાંચ આરોપીઓની જામીન અરજી અગાઉ નામંજૂર થયા બાદ મુખ્ય આરોપી મહાનગરપાલિકાના સસ્પેન્ડ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાએ પણ કરેલી રેગ્યુલર જામીન અરજીની આજે સુનાવણીમાં જ્જ રજા ઉપર હોઇ સોમવાર તા.14 ઓક્ટોબરની મુદત પડી છે.
આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/ 2024ના રોજ વિનાશક આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવમાં સંચાલકો સાથે સંબંધિત તંત્રના અધિકારીઓની સાંઠગાંઠને કારણે ગંભીર બેદરકારીથી માનવસર્જિત નરસંહાર થયો હોવાનું બહાર આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. તેમાં જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને ટાઉન પ્લાનિંગ વિભાગના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવા સબબ ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી. તેની તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થઈ ચુક્યો છે. દરમિયાન જેલ હવાલે રહેલા જમીન માલિકો અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ વગેરે પાંચ આરોપીઓએ કરેલી જામીન અરજી અદાલતે રદ કયર્િ બાદ મુખ્ય આરોપી મહાનગરપાલિકાના સસ્પેન્ડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયાએ ગઇકાલે કરેલી જામીન અરજીની આજે સુનાવણી હતી. પરંતુ એડિશનલ સેશન્સ જજ ડી. એસ.સીંઘ રજા ઉપર હોવાથી ટીપીઓ સાગઠિયાની જામીન અરજીમાં તા.14 ઓક્ટોબર સોમવારની મુદત પડી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.


સસ્પેન્ડ ડે. ફાયર ઓફિસર ઠેબાની વચગાળાની અરજીનો બપોર બાદ ચુકાદો
ટીઆરપી ગેમઝોનના જેલહવાલે રહેલા વધુ એક આરોપી મનપાના સસ્પેન્ડ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા જીવાભાઇ ઠેબાએ તેમની માતાના અવસાન સંબંધ 40મું એટલે કે ચહેલુમની વિધિમાં હાજરી આપવા માટે ગઈકાલે તા.11 અને 12 ઓકટોબર વચગાળાની બે દિવસની જામીન અરજી કરી હતી. જે મેટર ઇમરજન્સી ગણીને આજે સુનાવણી હાથ ધરાતા કોર્ટ જજ ડી.એસ. સીંઘ રજા ઉપર હોવાથી ઇન્ચાર્જ જજ સમક્ષ સવારે સુનાવણી થઈ હતી, તેમાં સરકાર અને આરોપી પક્ષના વકીલોની રજૂઆતો દલીલો થયા બાદ નિર્ણય વિશેષ બાદ જાહેર થનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News