થાનગઢમાં ડિલિવરી વખતે પ્રસૂતાની તબિયત લથડી: તબીબ સામે બેદરકારીનો પરિવારનો આક્ષેપ

  • December 19, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સુરેન્દ્રનગર નાં થાનગઢમાં એક ગાયનેક હોસ્પિટલનાં ડોકટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે પ્રસુતા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની વાત સાથે મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે.
મળતી વિગતો પ્રમાણે થાનગઢની મા ચામુંડા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પરિવારજનોએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે વિનુબેન પનારાને નોર્મલ ડિવિલરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવ્યું અને તેમા બેદરકારી રહેતા હાલ અમદાવાદ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે.
વધુમાં પરિવારે આક્ષેપ કર્યેા છે કે ઘર કામ કરતી પ્રસુતાની દવા પૂર્ણ થઈ જતા પરિવાર ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ યાં સારવાર અર્થે દાખલ કરી , પ્રસુતાની ડિલિવરીનો સમય હજી બાકી હોવા છતાં પણ હોસ્પિટલ દ્રારા તેને દાખલ કરવામાં આવી, ત્યારબાદ પરિવારજનોને નોર્મલ ડિવિલરી કહીને સિઝેરિયન કરી દેવામાં આવ્યું હતું.સિઝેરિયન બાદ પ્રસુતાની તબિયત લથડી પડી જે અંગે ૨૪ કંલાકે જણાવ્યું કે હવે કેશ બગડો છે અમારા હાથમાં નથી તમે બીજા દવાખાને લઈ જાવ જેથી ચીંતાગ્રસ્ત પરિવારજનો પહેલા પ્રસૃતાને   સુરેન્દ્રનગર અને બાદમાં અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડેલ છે હાલ તબીયત ગંભીર અને નાજુક છે. જેની પાછળ તબીબની બેદરકારીનો ગંભીર આક્ષેપ સાથે ડોકટર વિદ્ધ  પોલીસમાં ગુનો દાખલ લેખિત આપતા પોલીસે હાલ અરજી લઇ કઇં બની જાય તો આગળ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળેલ છે .
ચોટીલા થાનગઢ સહિતનાં વિસ્તારોમાં મોટી ડીગ્રીઓ ધરાવતા નામના બોર્ડ સાથે બિલાડીના ટોપની માફક હોસ્પિટલ અને દવાખાનાઓની હાટડીઓ આડેધડ ખુલી ગયેલ છે ખરેખર જેઓના નામ હોય છે તે ડોકટરો ને બદલે અન્ય તબીબો સારવાર કરતા હોવાના પણ આક્ષેપો લાગે છે. ક્ષમતા વગરનાં સારવાર કરવાથી અનેક વખત ન બનવાની ઘટનાઓ બનતી હોય છે. નાણાના જોરે આવી ઘટનાઓને દબાવી દેવામાં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગની નબળાઈઓ અને અધિકારીઓની રહેમનજર હોવાથી લોકોનાં જન આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
થાનગઢની ખાનગી હોસ્પિટલનાં ડોકટરની બેદરકારી અંગે સમગ્ર બીના વર્ણવતી અરજી રાયનાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ સુધી કરી સમગ્ર મામલે તપાસ અને ન્યાયની માંગ ભોગબનનારનાં પરિવારજનોએ કરતા પંથકના ખાનગી તબીબ જગતમાં ફફડાટ સાથે મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
ઉલ્લ ેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લ ામાં અનેક વખત હોસ્પિટલોની બેદરકારીના બનાવો સામે આવ્યાંની ઘટનાઓ બનેલ છે. પરંતુ આરોગ્ય વિભાગની કોઇ કારણોસર કડક કાર્યવાહી, તાત્કાલિક તપાસ અને પગલા ભરવામાં ઢીલાશને કારણે સામાન્ય પ્રજાને મોટી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હોવાનું કહેવાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application