બગસરામાં પાલિકા દ્રારા ભ્રષ્ટ્રાચારની હદ વટાવી નાખી હોય તેમ અનેક સારા રસ્તાઓ તોડીને નવા બનાવવાનું કામ ચાલુ છે, ત્યારે હાલમાં જ બનેલો જુના સ્વામિનારાયણ મંદિર બગલી ચોક વાળો સારો રોડ તોડી નવો રોડ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તો બનાવ્યો તેને ફકત ૧૫ દિવસ જેટલો સમય થયો છે ત્યારે આ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. આ રોડ આશિયાના કન્ટ્રકશન દ્રારા ચાર લાખ પિયાના ખર્ચે રીસફિગ કરવામાં આવ્યો હતો,ત્યારે હાલમાં આ રસ્તાની હાલત અતિ બીમાર થઈ ગઈ છે યારે આ રસ્તો બન્યો એને ફકત ૧૫ દિવસ જેટલો સમય થયો છે, ત્યારે આ રસ્તા ઉપરથી કાંકરીઓ નીકળી ખાડાઓ પડી ગયા છે, પરંતુ પાલિકા દ્રારા આ કન્ટ્રકશન કંપની ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી. અને પ્રજાના પૈસાનો ધુમાડો કરી નાખ્યો હોય તેમ વેડફી નાખ્યા છે કે પછી સતાધીશો એ પોતાના ખીસ્સાઓ ભર્યા છે, તેવા અનેક પ્રકારના સવાલો લોકો દ્રારા ઊઠી રહ્યા છે. શહેરમાં આવા ઘણા બધા એવા રસ્તાઓ છે જે રીસફિગના નામે સારા રસ્તા તોડીને નવા બનાવવાનું કામ કરી રહ્યા છે પરંતુ તમામ વિસ્તારોમાં કાંઈક આવી જ હાલત છે, યારે જિલ્લ ાના ઉપરી અધિકારી આવા તમામ રસ્તાઓનું ચેકિંગ કરે તો ઘણો બધો ભ્રષ્ટ્રાચાર સામે આવે એમ છે. તો લોકોમાં માંગ ઉઠી છે કે આ રસ્તાઓને ફરી બનાવવામાં આવે. અને જો આવા ભંગાર હાલતમાં બનાવેલા રસ્તાને ફરી નવો બનાવવામાં નહીં આવે તો સતાધીશો વિદ્ધ આંદોલન કરી નગરપાલિકાને ઘેરાવ કરવાની લોકો દ્રારા ચીમકી આપવામાં આવી છે
તો એજન્સીને નોટિસ આપી કામ ફરીથી કરાવશું: ચીફ ઓફિસર
ચીફ ઓફિસર દિલીપભાઈ હત્પણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સ્થળ વિઝીટ કરાવીને ચેક કરાવી લેશું અને જો વાંધાજનક લાગશે તો એજન્સીને નોટિસ આપી ફરીવાર આ રોડ બનાવી આપવામાં આવશે, યારે આ રોડમાં ત્રણ વર્ષની ગેરંટી હોય છે તો એજન્સી ફરીવાર આ રસ્તો બનાવવા માટે બંધાયેલા છે.
શાસકોના ઘરના કામોમાં દસ વર્ષ સુધી કાંકરી ખરતી નથી: કોંગ્રેસ પ્રમુખ
આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલભાઈ શેખને પૂછતાં તેમણે જણાવ્યું કે યારે સદસ્યો પોતાના ઘરના કામ કરે છે ત્યારે દસ દસ વર્ષ સુધી એક કાકરી પણ ખરતી નથી ત્યારે આ રોડ ફકત ૧૫ દિવસમાં જ કાંકરીઓ ઉખડવા લાગી છે, ત્યારે પ્રજાના પિયાનું પાણી કરી કરોડો પિયાનો ભ્રષ્ટ્રાચાર આદરતા હોય તેવું લાગી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech