હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન
છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ ગઈકાલે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે 44 મી ભવ્યાતિભવ્ય રામ સવારી નિકળી હતી, અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તળાવની પાળ પર આવેલા સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ થઇ અને હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના ૧.૦૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં રામભક્તોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતાં સમગ્ર છોટી કાશી ''રામમય" બન્યું હતું.
જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ ચુમાલીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્ય રામ સવારી યોજાઇ હતી. સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત બાલા હનુમાન સંકીર્તન મંડળના પ્રમુખ તેમજ અખિલ ગુજરાત લોહાણા જ્ઞાતિ ના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલ, તેમજ અન્ય ટ્રસ્ટીગણ વિગેરેએ પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું, આ વેળાએ હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથ ના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર મનીષભાઈ કનખરા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા વગેરે હાજર રહ્યા હતા, અને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રીરામ - લક્ષ્મણ - જાનકીની પાલખીનું પૂજન કર્યુ હતુંં.
આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રીરામ - લક્ષ્મણ - જાનકીની મુખ્ય પાલખી સાથેનો ગુલાબી રંગથી સુશોભીત સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર ફલોટ્સને ભગવા તેમજ ભગવા રંગથી અને ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. સાથો સાથ ડીજે સીસ્ટમ - પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત,શિવ સેના, તાડીયા હનુમાન મિત્ર મંડળ, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, મહા સેના, હિન્દુ સેના, પ્રણામી યુવક મંડળ, ઓમ યુવક મંડળ, આહીર સેના, ભોયરાજ યુવા સંગઠન, સરસ્વતી યુવક મંડળ,રાજા મેલડી ગ્રૂપ, ડી જે શિવાય ગ્રૂપ સહિતના ૨૮ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ જોડાયા હતા. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર રામ ભકતોની હકડેઠઠ જનમેદની ઉમટેલી જોવા મળી હતી.
આ ઉપરાંત રામ સવારીના નિર્ધારીત સમગ્ર રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા - સરબત - છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
બાલા હનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત પછી, ચૈતન્ય વાસણ ભંડાર, તક્ષશિલા પરશુરામ ધામ, જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ, મોબાઇલ ઝોન (હવાઇ ચોક), હવાઇ ચોક મિત્ર મંડળ, હાલારી ભાનુશાળી જ્ઞાતિ, વિશ્વકર્મા મહાસંઘ, સતી માતા મિત્ર મંડળ, બ્રહ્મદેવ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસીએશન, શકિત યુવક મંડળ, શિવ મિત્ર મંડળ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, શ્રી હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શીવ મિત્ર મંડળ, શ્રી યુવક મંડળ, સેન્ટ્રલ બેંક મીઠાઇ-ફરસાણ વેપારી એસોસીએશન, ઓમ યુવક મંડળ, પતંગીયા ફળી મિત્ર મંડળ, બર્ધન ચોક વેપારી ગ્રૂપ નિરવભાઇ, બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, બ્રહ્મક્ષત્રિય કંસારા મંડળ, સુખરામદાસ ગ્રૂપ, સીંધી માર્કેટ વેપારી એસોસીએશન, બજરંગ મિત્ર મંડળ, રાણા મિત્ર મંડળ, દાજીબાપુની શેરી ગ્રૂપ, જામના ડેરા મિત્ર મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રાજેન્દ્ર રોડ વેપારી એસો., ગણેશ મરાઠા મંડળ, શહેર ભાજપ પરિવાર, શિવ શકિત હોટલ ગ્રૂપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ), ગણેશફળી મિત્ર મંડળ, કોમી એકતા ગ્રૂપ (અલુ પટેલ), પંકજ સોઢા ફાઉન્ડેશન, દિપક ટોકીઝ રીક્ષા એસો., પંજાબ બેંક રીક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, હર્ષીદા ગરબા મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, રવેચી ગ્રુપ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, બનાસ અલ્પાહર (નારસંગભાઇ ગ્રુપ), વંડાફળી યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ-જામનગર, યંગ સોશ્યલ ગ્રુપ - પંચેશ્વર ટાવર, ઓમ કાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, સમસ્ત કોળી સમાજ પરિવાર, રામજી મંદિર લોહાણા મહાજન જ્ઞાતિ - પંચેશ્વર ટાવર દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં - સરબત - પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવેલ હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે તેમજ પ્રસાદ મેળવવા માટે અનેક રામભકતોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને શહેરમાં રામમય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.
મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ) ના માર્ગદર્શન હેઠળની આ વખતે સતત ચુમાલીસમાં વર્ષે યોજાનારી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી. જેના કન્વીનર તરીકે ધવલભાઈ નાખવા તથા સહ કન્વીનર તરીકે વ્યોમેશ લાલ તેમજ ભાર્ગવભાઈ પંડ્યાની નિયુકતી કરવામાં આવી હતી. જેમની આગેવાનીમાં રાજેન્દ્રસિંહ સોઢા, જીગર રાવલ, ચંદ્રવદન ત્રિવેદી, પદુભા જાડેજા, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, ધિમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, હેમલ ગુસાણી, સંદીપ વાઢેર, મનોજભાઇ પરમાર, નંદલાલભાઇ કણઝારીયા, જીતુભાઇ ઝાલા, વૈભવ રાવલ, રાહુલ ચૌહાણ, જય બખતરીયા, વિજયસિંહ જાડેજા, હાર્દિક ગોપીયાણી, વિશાલ પંડયા, અમર દવે, જસ્મીન વ્યાસ, યોગેશ ઝાલા, મિતેશ મહેતા, યોગેશ જોશી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા સહિતના ૫૧ સભ્ય કાર્યકરોની સમિતિ દ્વારા રામસવારીનું સંચાલન કરાયું હતું.
આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રીરામ મંદિર પાસે કરાઇ હતી. જયાં લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધુન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદર કાંડના પાઠ રાખવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ સમયે લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, તેમજ અન્ય લોહાણા અગ્રણીઓ મનોજ અમલાણી, નિલેશભાઈ ઠક્કર, અનિલભાઈ ઠક્કર, માલવ સુખપરિયા તેમજ લોહાણા મહાજન જ્ઞાતિના અન્ય અગ્રણીઓ તથા બહેનો વગેરેએ ફૂલહારથી રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.
જામનગરમાં ગઈકાલે નીકળેલી રામસવારીમાં બહેનોની વિશાળ સંખ્યામાં હાજરી
જામનગર શહેરમાં ગઈકાલે નીકળેલી રામ સવારી દરમિયાન શોભાયાત્રાના તમામ રૂટ પર આ વખતે બહેનોની વિશેષ સંખ્યામાં હાજરી જોવા મળી હતી. જામનગરની સંસ્થા રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રૂપ દ્વારા શોભાયાત્રામાં અલગથી ફ્લોટ્સ તૈયાર કરાયો હતો, અને 12 ફૂટના વિશાળ કદના હનુમાનજીને શોભાયાત્રના સમગ્ર રૂટ પર જોડવામાં આવ્યા હતા, જેઓની સાથે તમામ બહેનોએ રામધૂન બોલાવી હતી, અને ગુલાબી રંગના સાફા અને લાલ કલરની સાડી અથવા ડ્રેસમાં સજ્જ થઈને જોડાયા હતા, જે દ્રશ્ય ખૂબજ અદભુત લાગતું હતું. આ ઉપરાંત હિન્દુ સેના, રાજા મેલડી ગ્રુપ, ઓમ યુવક મંડળ, ભોયરાજ યુવા સંગઠન વગેરે સંસ્થાના ફલોટની સાથે પણ મોટી સંખ્યામાં બહેનો રામધૂન બોલાવતા અથવા તો રાસ લેતા જોવા મળ્યા હતા, અને ૪૪મી રામ સવારીમાં નારી શક્તિના વિશેષ રૂપે દર્શન થયા હતા.
રાજા મેલડી ગ્રુપ દ્વારા વિરાટ કદના ભગવાન શ્રીરામ-હનુમાનજી અને વાનર સેનાને પણ જોડવામાં આવ્યા
નાના ભૂલકાઓ દ્વારા ભગવાન શ્રીરામની સ્તુતિ સાથેના પ્રયોગો કરાયા
આ શોભાયાત્રાના પ્રારંભે રાધે સ્કેટિંગ ગ્રુપવાળા જ્યોતિબેન જોઈસરની રાહબરી હેઠળ નાના ભૂલકાઓએ ભગવાન શ્રીરામની સ્તુતિ સાથે સ્કેટિંગ પર જબરજસ્ત રાસ રજૂ કર્યો હતો અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યોતિબેન અને તેની પુત્રી તથા અન્ય સહયોગીઓની મદદથી નાના ભૂલકાઓએ સ્કેટિંગના માધ્યમથી ભગવાન શ્રીરામની સ્તુતિનો રાસ રજૂ કર્યો હતો. આ વેળાએ શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા, અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી.
રામના દરબારમાં સૌ કોઈ સરખા: કોંગ્રેસ-ભાજપના આગેવાનો એકસાથે રામધૂન બોલાવતા નજરે પડ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech