વર્ષોથી થયેલા દબાણને દૂર કરવાની નોટિસ ઘોળીને પી જતા આખરે તંત્રની કડક કાર્યવાહી
સતત વિકસતા જતા ખંભાળિયા-જામનગર તેમજ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વધતા જતા જગ્યાના ભાવ વચ્ચે સરકારી જમીનો પર ઠેર ઠેર દબાણો થતા આ સામે તંત્રએ કડક હાથે કામગીરી કરી, આજરોજ જામનગર હાઈવે પર લાખો ફૂટ કિંમતી સરકારી જગ્યા પર કોમર્શિયલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર આવેલા માંઢા ગામ સ્થિત સુવિખ્યાત આરાધના ધામ સામે કેટલાક શખ્સો દ્વારા સરકારી જમીનને વણાંકી લઈ અને કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ લાખો ફૂટની અને કરોડો રૂપિયાની અંદાજિત બજાર કિંમત ધરાવતી આ જગ્યા પર હોટલો તેમજ દુકાનો બનાવી અને તેમાં છડેચોક વેપાર-ધંધા કરવામાં આવતા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના સરકારી તંત્ર દ્વારા દબાણકર્તા આસામીઓને તેઓનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવા માટેની અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ નોટિસને કાગળની ચબરખી સમજીને દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ આજરોજ લાલ આંખ કરી હતી. જેના અનુસંધાને અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના સીધા માર્ગદર્શન હેઠળ અહીંના મામલતદાર વિક્રમ વરુ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને જે.સી.બી. જેવા સાધનોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી મોડે સુધી ચાલી હતી. જેની વધુ વિગત મેળવાય રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech