રણુજા મંદિર પાસે સોમનાથ પાર્કમાં રહેતું દંપતી મેરેજ એનિવર્સરીએ ગોંડલ રોડ પર આવેલી હોટલે જમવા માટે જતું હતું. દરમિયાન રસ્તામાં રણછોડદાસ બાપુના આશ્રમ નજીક આનંદનગર મેઇન રોડ પર ડબલ સવારી બાઈકમાં આવેલી સમડીએ મહિલાના ગળામાં ઝોંટ મારી રૂ. 40,000 ની કીંમતનો ચેન અને 7000 નું પેન્ડલ આંચકી ગયા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રણુજા મંદિર પાછળ કોઠારીયા મેઇન રોડ પર સોમનાથ પાર્ક શેરી નંબર છ માં રહેતા અશોકભાઈ રવજીભાઈ રાઠોડ(ઉ.વ 65) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેમની મેરેજ એનિવર્સરી હોય જેથી પરિવારના સભ્યો બહાર હોટલમાં જમવાનું નક્કી કર્યું હતું અને નવેક વાગ્યા આસપાસ ફરિયાદી પોતાનું બાઈક લઈ પત્ની સાથે ગોંડલ રોડ પર પાઇનવીટા હોટલમાં જમવા માટે નીકળ્યા હતા તેમની સાથે તેમના બંને દીકરાઓ અલગ અલગ બાઈકમાં નીકળ્યા હતા.
દરમિયાન કોઠારીયા મેઇન રોડ પર આનંદનગર મેઇન રોડ પાસે રણછોડદાસ બાપુ આશ્રમ આર.એમ.સી કોમ્યુનિટી હોલ પાસે પહોંચતા ડબલ સવારીમાં ધસી આવેલી સમડીએ મહિલાના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરે સોનાનો ચેન અને પેન્ડલ આંચકી લીધું હતું. જેથી ફરિયાદીએ બાઇક સાઈડમાં ઊભું રાખ્યું હતું. બાદમાં તુરંત જ મોટી દીકરીને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેઓ અહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા જેમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ મહિલાના ગળામાં ઝોંટ મારી રૂ.40,000 ની કિંમતનો સોનાનો ચેઇન અને રૂપિયા 7,000 ની કિંમતનું પેન્ડલ આંચકી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજા
March 15, 2025 05:53 PMરાજ્ય સરકાર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે નવનિર્મિત કામ ચલાઉ એસટી ડેપોનું સોમવારથી સંચાલન શરૂ.
March 15, 2025 05:31 PMજામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ
March 15, 2025 05:25 PMમોરકંડા મર્ડર મામલો...જાણો ક્યાં કારણે થયું મર્ડર
March 15, 2025 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech