રાજકોટના રેસકોર્સ મેદાનમાં મહાપાલિકા આયોજિત ખાતમુહર્ત અને લોકાર્પણ સમારોહ અંતર્ગત જાહેર સભા સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરનો સુરત જેવો વિકાસ કરવાની રાય સરકારની નેમ છે.
વિશેષમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નીતિ આયોગના ગ્રોથ હબ ઇનિસિએટિવ્સમાં સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો તેવી જ ઇકોનોમિક પેટર્ન ઉપર રાજકોટ રિજિયનના વિકાસ માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે.
મુખ્યમંત્રીએ ઉમેયુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિનો નવો અધ્યાય આલેખ્યો છે જેને અનુસરતા વર્તમાન રાય સરકારને ૨૦૨૨માં જનસેવાની તક મળી ત્યારથી આજ સુધીના સેવા, સંકલ્પ અને સમર્પણની ભાવના સાથેના સફળ શાસનને બે વર્ષ પૂર્ણ થયા છે અને આજે શાસનકાળના ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટમાં ૭૯૩.૪૫ કરોડના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહર્ત કયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુડ ગવર્નન્સની પ્રણાલી સ્થાપી છે તેને આગળ ધપાવતા ગુજરાત રાજ ય સરકાર શહેરોના વિકાસ માટે સંકલ્પબધ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શહેરીકરણને આફત નહીં પરંતુ અવસર માનીને શહેરી વિકાસ વિભાગનું બજેટ વધાયુ હતું. તેમને ઉમેયુ હતું કે વર્ષ ૨૦૦૨–૨૦૦૩માં ગુજરાતના શહેરી વિકાસ વિભાગનું કુલ બજેટ ૭૫૦ કરોડ હતું જે આજે ૨૧,૬૯૬ કરોડએ પહોંચ્યું છે. ગુજરાત રાયમાં એક સમય હતો કે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વાર્ષિક બજેટ ફકત પિયા પાંચથી ૨૫ લાખ સુધીના હતા, યારે આજે એક જ દિવસમાં કરોડો પિયાના વિકાસકામોના ખાતમુહર્ત અને લોકાર્પણ થાય છે.
રેસકોર્સ મેદાનમાં આયોજિત જાહેર સભાના પ્રારભં પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કયુ હતું. મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડિયા રાજકોટ અમદાવાદ સહિતના પદાધિકારીઓ દ્રારા મુખ્યમંત્રીને મોમેન્ટો અર્પણ કરીને તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકોટ શહેરના ધારાસભ્યો અને સાંસદો દ્રારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયરએ પ્રાસંગિક ઉદબોધન કયુ હતું.
મુખ્યમંત્રીના શાસનકાળના બે વર્ષ પૂર્ણ થયા અને આજે ત્રીજા વર્ષના પ્રથમ દિવસે તેઓ રાજકોટ આવતા આ દિવસને યાદગાર બનાવવા માટે અટલ સ્માર્ટ સિટી એરિયામાં ૧૦૧ વૃક્ષો રોપવાનો સંકલ્પ જાહેર સભાન અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો તેમ જ તે ૧૦૧ વૃક્ષ પૈકી એક વૃક્ષનું પ્રતિકાત્મક રોપણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech