માણાવદર શહેર કે નગરમાં પ્રાચીન પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે પહેલાના સમયમાં ગામની મધ્યમાં આવેલું આ પ્રાચીન મંદિર જેલ દરવાજાની અંદર આવેલું છે એમ કહેવાય છે કે પીપળાની નીચે પ્રગટ થયેલું આ પ્રાચીન મંદિરની બાંધણી કેવી છે કે મંદિરમાં પ્રવેશતા જ બે વિશાળ ઓટા આવેલા છે તેમની બાજુમાં વિશાળ રામદૂત હનુમાનજી મહારાજની પ્રતિભા આવેલી છે ગામની મધ્યમાં આવેલું આ મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભકતો આવી પૂજા પાઠ કરે છે અને સંધ્યા સમયે તાલ બધં રીતે નગારા ઝાલર અને શખં ધ્વનિની આરતી થાય છે શ્રાવણ માસમાં બપોરે ૧૨:૦૦ વાગે આરતી થાય છે મોટી સંખ્યામાં વેપારીઓ અબાલ વૃદ્ધ અને આરતીમાં જોડાઈ છે પહેલાના સમયમાં ગામની મધ્યમાં આવેલું પીપળેશ્વર મહાદેવ મંદિરમાં સાધુ સંતો અતિથિઓનો મુકામ રહેતો શાપુર સરાડીયા રેલવે લાઈન ધમધમતી હતી ત્યારે રેલવે સ્ટેશનથી માણાવદર ગામમાં મહાદેવીયા મંદિરના સ્થાપક લોક સતં બ્રહ્મલીન રઘુવીર દાસ બાપુનો પ્રથમ મુકામ અને માણાવદર બાંટવા હાઇવે રોડ પર ગોકુલ નગર સામે કષટભંજન હનુમાન મંદિરના મોહનદાસ બાપુ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા હતા,ઉપરના સમયે વિશાળ મકાનો હોવાથી સ્વાધ્યાય કેન્દ્ર અને ખેડૂત મંડળની મીટીંગો અને ધર્મ માટે નાના મોટા કાર્યક્રમો થતાં ગોસ્વામી નાથું જતી ધરમ જતી બાપુનો પરિવાર સેવા પૂજા કરતા હતા. તેમના સંતાનો ભણેલા ગણેલા અને ઉચ્ચ સ્થાને પહોંચેલા ગોસ્વામી પરિવારના સંતાનો માણાવદર છોડી રાજકોટ કે અન્ય સ્થળોએ વસતા હોય ત્યારે શ્રાવણ માસમાં કે તહેવારોમાં અચૂક આવી પીપળેશ્વર દાદાની સેવા પૂજા કરતા વર્ષમાં એકાદ બે વખત ભજન ભાવ ના કાર્યક્રમો પણ કરતા હવે તેમનો પરિવાર માણાવદરમાં વસતો નથી પણ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધા ધરાવતા પરિવારો ભાવિક ભકતો સવારના પાંચ વાગ્યાથી જ પીપળેશ્વર દાદાની સેવા પૂજા કરે છે અને ખૂબ જ સુંદર રીતે શણગાર સજી ને મહાદેવ નેરાજી કરી રહ્યા છે ગામની મધ્યમાં આવેલું એકમાત્ર આ સાર્વજનિક મંદિર હોવાથી કુંવારીકાઓના વ્રત પૂજન અને ઉત્સવો પવિત્ર ઋષિ બ્રાહ્મણો દ્રારા થાય છે આમ માણાવદર શહેરનું પ્રાચીન પીપળેશ્વર મહાદેવ મંદિર મહાદેવ શ્રદ્ધા અને આસ્થાની માંણાવદર શહેરમાં ફેલાયેલી છે. મંદિરની બાજુમાં પૂય ગોરધન દાદાની ચેતન સમાધિ આવેલી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech