ખેડા-નડીયાદની યુવતિ લાપત્તા

  • May 31, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડા-નડીયાદ કપડવંજ જીલ્લાના ચિખલોડ પગીવગા ખાતે રહેતા દલપતભાઇ પરમારએ પોલીસમાં જાહેર કર્યા મુજબ રીપલબેન દલપત પરમાર નામની સગીર યુવતિ ગત તા. ૧૯ના રોજ ભેદી રીતે ગુમ થઇ છે, ગુમથનાર શરીરે પાતળી અને લીલા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે, આશરે પાંચેક ફુટની ઉંચાઇ ધરાવે છે, આ અંગે કોઇને જાણ થાય તો પોલીસનો સંપર્ક કરવા યાદી મારફત અનુરોધ કરવામાં આવ્યો છે.
**
કાલાવડના ટોડાની યુવતિ ગુમ
મુળ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સોનપરી ગામના વતની અને હાલ કાલાવડના ટોડા ગામમાં વાડીએ મજુરીકામ કરતા મનિષાબેન માનસંગભાઇ ગોયેલ (ઉ.વ.૨૨) નામની યુવતિ ગત તા. ૧૮ના વાડીએથી સવારના કોઇને કહયા વગર કયાંક જતી રહી હોય, સગાસબંધીઓમાં તપાસતા મળી આવેલ નથી, આથી પોલીસમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application