સોશિયલ મીડિયા આઈડી પર ખોટું નામ ધારણ કરી પોતે કુંવારો હોવાનું અને યુએસમાં બિઝનેસ કરતો હોય તેવી વાતો કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં આ શખસે યુવતીના અંગત ફોટો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી તેને સંબંધ રાખવા માટે પરેશાન કરતો હોય અંતે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગાંધીનગરમાં રહેતા આ શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં રહેતી 26 વર્ષીય યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીનગર કલોલમાં પંચવટી રેસિડેન્સીમાં રહેતા ચિરાગ પ્રહલાદભાઈ મેવાડા(ઉ.વ 43) નું નામ આપ્યું છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેમાંથી આ રિક્વેસ્ટ આવી હતી તે આઈડીમાં માનસીનું નામ હતું જેથી સામાન્ય વાતચીત થઈ હતી. પરંતુ આગળ જતા યુવતીને ખબર પડી હતી કે આ યુવતી નથી એક ફેક આઈડી છે એ પછી એ યુવતીએ એક શખસનો પરિચય કરાવ્યો હતો અને તે પોતાનો ભાઈ હોવાનું કહ્યું હતું તેમ જ પોતે માનસી પટેલ જ છે તેવી વાત કરી હતી. ત્યારબાદ ઇન્સ્ટગ્રામ પરથી એક મેસેજ આવ્યો હતો અને તેણે પોતે માનસી પટેલના ભાઈ તરીકે ઓળખ આપી હતી.
ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને આ શખસે પોતાનું નામ નીલ પટેલ કહ્યું હતું અને પોતે કુંવારો છે તેમજ યુએસમાં બિઝનેસ ચાલુ કર્યો છે અને માતા પિતા હયાત નથી તેમ કહ્યું હતું તથા નાની બહેન પણ હયાત નથી. તેવી વાત કરી હતી. આ રીતે ચારેક વર્ષ બંનેની રિલેશનશિપ રહી હતી બાદમાં યુવતીએ લગ્ન કરવાનું કહેતા તેણે ટોર્ચર કરવાનું ચાલુ કર્યું હતું તે પછી તે યુવતીના ફ્રેન્ડ સર્કલને પણ ટોર્ચર કરવા માંડ્યો હતો એક વખત રૂબરૂ મુલાકાત થઈ ત્યારે તેના બેગમાં પાસપોર્ટ જોતા ખબર પડી હતી કે, તે પરણિત છે અને તેનું પાસપોર્ટમાં નામ નીલ પટેલ નહીં પરંતુ ચિરાગ મેવાડા છે જેથી આ શખસે પોતે યુએસમાં બિઝનેસ કરે તેવી વાતો કરી ખોટું નામ આપી યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેને લગ્નની વાત કરતા મરી જવાની ધમકી આપી હતી આ ઉપરાંત તે યુવતીને વિશ્વાસમાં તેની પાસેથી 30 થી 40 હજાર જેટલી રકમ પણ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી તેમજ વ્યક્તિના અંગત ફોટા લઇ લીધા હોય જે વાયરલ કરવાની ધમકીઓ આપી પરેશાન કરતો હોય યુવતીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી.
સાઇબર ક્રાઇમ પોલીસે આઈડી નંબર મોબાઈલ નંબરના આધારે આ શખસ ચિરાગ મેવાડા હોવાનું માલુમ કર્યું હતું. ચિરાગ મેવાડાએ પોતે નીલ પટેલનું નામ ધારણ કરી સાચી ઓળખ છુપાવી યુવતી સાથે વિશ્વાસઘાત કરી તેને ધમકીઓ આપતો હોય અંતે આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઇ પુછતાછ કરતા તે પરિણીત હોવાનું અને પ્રાઇવેટ કંપ્નીમાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech