યુવતીને થાઇરોઇડ આવ્યો ને સાસરિયાએ કાઢી મૂકી, માવતરે મોઢું ફેરવ્યું

  • April 26, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુખના સૂરજમાંથી દુ:ખનો તાપ પળભરમાં આવી જાય છે, પરિવારનો માળો છીનવાઈ જાય છે ત્યારે માનસિક સંતુલન વ્યકિત ગુમાવી દેતી હોય છે આવો જ એક કિસ્સો ભદ્ર સમાજની બે બે દીકરી સાથે બન્યો છે. સુખી લજીવન સાથે જીવી રહેલી યુવતીને માત્ર થાઇરોઇડ આવતા જ સાસરિયા હોય તો કાઢી મૂકી પણ માવતરએ પણ તમારો આપ્યો નહીં ત્યારે છેલ્લે રાજકોટના બા નું ઘર આ યુવતીની હંફ બન્યું છે અને અત્યારે મનથી ભાંગી પડેલી આ પીડિતાની સારવાર કરાવી રહ્યું છે.


સભ્ય સમાજની આખં ખોલે તેવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના શિક્ષિત પરિવારની લાડકવાયી પુત્રી આશા(નામ બદલાવેલ છે)ના લ મોરબી થયા હતા. પતિ ,સાસુ, સસરા સહિતના સંયુકત પરિવારમાં ખુશી ખુશી આશા પોતાનું લ જીવન જીવી રહી હતી થોડા સમય બાદ તબિયત બગડતા તબીબો પાસે નિદાન કરાવતા આશાને થાઇરોઇડની બીમારી આવી. આજના સમયમાં થાઇરોડ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જે સામાન્ય બીમારી ગણાય છે ત્યારે સંકુચિત માનસ અને અંધશ્રદ્ધા ધરાવતા સાસરિયાઓએ શઆતમાં તો પરણીતા પર શારીરિક અને માનસિક અત્યાચાર બાદ ઘરમાંથી કાઢી મૂકી. આ પરિસ્થિતિમાં યારે પોતાનો પરિવાર સાચવી લેશે તેવી આશા સાથે આશા ભાઈ ભાભી પાસે આવી પણ કયારેય વિચાયુ ન હોય એવા સંજોગો આશા માટે ઊભા થયા. થોડા દિવસો પિયરિયાઓએ દીકરીને સાપનો ભારો સમજીને કાઢી મૂકી. લાગણી અને પ્રેમના બદલે તિરસ્કાર મળતા આશા શારીરિક સાથે માનસિક રીતે પણ ભાંગી ચૂકી હતી અને રસ્તે રઝળવા લાગી.



આ સમયે આશા માટે આશાનું કિરણ બન્યું રાજકોટમાં ચાલતું બાનું ઘર મહિલા વૃદ્ધાશ્રમ. દેશનું એકમાત્ર મહિલા આશ્રય કે યાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ કે કોઈપણ ઉંમરના બહેનો કે જેમને કોઈ સાચવવા વાળું ન હોય તેવા સાવ નિરાધાર બહેનોને આ વૃદ્ધાશ્રમમાં વિના મૂલ્ય રાખવામાં તો આવે છે પણ તેમનો આશરો બની અને પોતાનું ધર હોય કેવી સંસ્થા ના સંચાલકો અનુભૂતિ કરાવે છે.


આ વૃદ્ધાશ્રમમાં મોટી ઉંમરના બહેનો વસવાટ કરી રહ્યા છે તેની વચ્ચે ૩૦ વર્ષની આ યુવતીને લાવવામાં આવી ત્યારે તે શારીરિક અને માનસિક બંને રીતે ભાંગી પડેલી હતી. આ વિશે સંસ્થાના સુકાની મુકેશભાઈ મેરજા એ જણાવ્યું હતું કે યારે આશ્રમમાં આવી ત્યારે કોઈને ઓળખતી ન હતી. માનસિક રીતે ખૂબ જ ભાંગી પડી હોવાથી ગમે ત્યાં સૂઈ જવું ,ગુસ્સો કરવો, અપશબ્દ બોલવા, કામ ન કરો તેમજ માર મારવો તેવા તોફાન કરતી હતી. આશ્રમમાં ધીમે ધીમે સ્થાયી થઈ ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ અને સાયકેટિ્રક તેની ટ્રીટમેન્ટ શ કરવામાં આવી. ધીમે ધીમે તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ પોતાના સ્વજનો તરફથી મળેલી આ વેદના તેને ઐંડી અસર કરી ચૂકી છે. આશ્રમમાં રહેતા બધા બહેનો તેને પ્રેમભરી હંફ આપી રહ્યા હોવાથી હવે તે આનંદમાં રહેવા લાગી છે પરંતુ હજુ તેને સામાન્ય થતા થોડો સમય લાગશે.


આશા ની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આ દરમિયાન તેની બીજી બહેનને પણ માનસિક તકલીફ ઊભી થતા કાઢી મૂકી છૂટાછેડા આપી દીધા અને તેના સંતાને પોતાની પાસે રાખી લીધું. જેનો વસમો ધા આ યુવતી પણ સ્વીકારી શકી નહીં અને તેની માનસિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ જતા અત્યારે બા ના ઘર પરિવારની સભ્ય બની છે. મુકેશભાઈ કહે છે કે એ વાતો અનેક કિસ્સા છે કે જેમાં અનેક એવી મહિલાઓ છે કે તેમાં પરિવારનો માળો વિખાય ગયો છે અને બાનુ ઘર જ તેમના માટે સર્વસ્વ બન્યું છે

૪૨ મહિલાઓનું સ્વજનો સાથે કરાવ્યું મિલન:ગીતાબેન પટેલ
કાઉન્સિલિંગ કરી ૪૨મહિલાઓને તેમના સવજનો પાસે તેમના ઘરે મોકલી પરિવાર સાથે મિલન કરાવી દીધેલ છે, બા નું ઘર વૃદ્ધાશ્રમ સંસ્થાના ગીતાબેન જણાવાયું કે કોરાના મહામારી અત્યારે ચાલી રહી હતી ત્યારે બા નું ઘર વૃદ્ધાશ્રમમાં એક પણ કોરોના નો કેસ આવ્યો નથી. ખાસ તો બા નું ઘર નામ એટલે અપાયું છે કે બા એટલે કે માં અને માં જેટલી હંફ અહી મળી રહે તે માટે બા નું ઘર વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યું છે


નિરાધારોનો આધાર એટલે બાનું ઘર: મુકેશ મેરજા
સંસ્થાના ધરોહર મુકેશભાઈ મેરજાએ જણાવ્યું કે બા નુ ઘર સાવ નિરાધાર, આધાર વિનાના જેને કોઈ સંસ્થા રાખતી નથી તેવા ગાંડા, બહેરા મૂંગા, વિકલાંગ કે બીમાર લોકો માટે શ કરવામાં આવ્યું છે. અહીંયા જે કોઈ પણ બહેનો આવે છે તેમને તેના કૌશલ્ય પર તે કઈ રીતે આગળ વધી શકે તેવા પ્રકારની કામગીરી કરીએ છીએ. આમ તો આ જગ્યાને પાઠશાળા કહી શકાય. અહીંયા આવતી દરેક બહેનોનું સ્પેશિયલ કાઉન્સિલીંગ કરવામાં આવે છે, ઉપરાંત તેઓ પોતાનું દુ:ખ ભૂલી સંસ્થામાં સ્થિર થાય બાદમાં તેમના પરિવારને બોલાવીને તેમનું પણ કાઉન્સેલિંગ સંસ્થામાં કરવામાં આવે છે. જેથી તેઓને માતૃત્વની ભાવના જાગે અને પોતે તેમની સેવા કરે અને સાચવે, અત્યાર સુધીમાં ૪૨ બહેનોને તેમના પરિવારજનો ને સોંપી મિલન કરાવ્યું છે


જીવનનું દુ:ખ ભૂલી ચહેરા પર સ્મિત લાવીએ છીએ: વિભાબેન
બા નું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા માતાઓ બહેનો ને ખાસ કરીને તેમને થયેલ માનસિક મુશ્કેલીઓ નું નિવારણ કરવા તેમજ તેમના પર વીતેલી દુ:ખની જિંદગી ભુલાવી તેમના મુખ પર સુખપી સ્મિતની ઝલક જોવા સંસ્થા કાર્ય કરી રહી છે. સાથે સાથે તેમના આરોગ્યની પણ ખાસ કાળજી લેવામાં આવે છે. સંસ્થામાં બાળકો માટે વિટામિન એ– અને કૃમિનાશક દવાઓ ફ્રી આપવામાં આવે છે, તેઓને યોગા, કસરત, અભ્યાસ, પ્રવાસ, અને મનોરંજન માટે ફિલ્મ, નાટક, ફાર્મ હાઉસ માં લઇ જવા જેવા સેવા કાર્યેા સંસ્થા, દાતાઓ અને સ્વયંસેવકો દ્રારા કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application