આધુનિક સગવડતામાં પાર્કિંગ, ફોયર, એન્ટ્રેસ પોચ, લીફટ, ઇલેકટ્રીક રુમ, ઓડીટોરીયમ, વીઆઇપી લોન્ચ, સાઉન્ડ ક્ધટ્રોલ રુમ, કમીટી ચેમ્બર, રેકર્ડ રુમ, ટોયલેટ બોક્ષ, પેન્ટ્રી, ફાયર એકઝીટ, મેઝાનાઇન ફલોર સહિતની અનેક સગવડતાઓ હશે: ૬૦ ટકા કામ પૂર્ણ થયું
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો થઇ રહ્યા છે, સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો અઢી કીલોમીટરનો ફલાય ઓવરબ્રિજનું કામ ગતિમાં છે, ત્રણ દરવાજા રેસ્ટોરેશનનું કામ પૂર્ણતાના આરે છે જયારે ભુજીયા કોઠાનું કામ ૯૫ ટકા થઇ ગયું છે, બે મહીના બાદ ટાઉનહોલ રેસ્ટોરેશન, રિનોવેશનનું કામ પણ પુરુ થઇ જશે ત્યારે જામનગરના વિકાસની જયાં વાતો થાય છે અને લોકોના પ્રશ્ર્નોની ચર્ચા થાય છે તેવું જામનગર મહાપાલિકાનું જનરલ બોર્ડ અગાઉ ઓછી ક્ષમતાવાળું હતું તે હવે રુા.૮ કરોડના ખર્ચે અત્યાધુનિક બની રહ્યું છે, વિવિધ સગવડતાવાળા જનરલ બોર્ડના બિલ્ડીંગ પાસે ૨૫ કાર અને ૩૫ સ્કુટર પાર્ક થઇ શકે તેવું અદ્યતન પાર્કિંગ પણ બનાવાશે, અત્યાર સુધીમાં ૬૦ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે અને જો આમને આમ કામ ચાલે તો ચાર મહીનામાં એટલે કે લગભગ મે મહીના સુધીમાં આ કામ પૂરુ થઇ જશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ સીટી ઇજનેર અને ઇન્ચાર્જ આસી.કમિશ્નર ભાવેશ જાનીની દોરવણી હેઠળ પ્રોજેકટ પ્લાનીંગના નાયબ ઇજનેર રાજીવ જાનીની ટીમ જનરલ બોર્ડના બિલ્ડીંગ અંગે કામ કરી રહી છે, જાણવા મળતી માહિતી મુજબ રુા.૮ કરોડના ખર્ચે સ્ટાર્ન્ડડ બિલ્ડકોન નામની પેઢી આ કામ કરી રહી છે અને અગાઉ આ કંપનીએ ટાઉનહોલનું પણ નિર્માણ કર્યુ હતું, હાલમાં ૬૦ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે અને કામની ઝડપ જોતા આ કામ ઝડપથી પુરુ થશે.
જનરલ બોર્ડના ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિંગ એરિયામાં ૨૫ ફોરવ્હીલ અને ૩૫ ટુ-વ્હીલ પાર્ક થઇ શકે તેવું પાર્કિંગ બનાવાશે, જેમાં આકર્ષક એન્ટ્રેસ પોર્ચ, ફોયર, સ્ટેઇર, લીફટ તેમજ અન્ય સુવિધા રહેશે, જનરલ બોર્ડના પહેલા માળે આધુનિક ઓડીટોરીયમ, વિશાળ સ્ટેજ, વેઇટીંગ એરિયા, વીઆઇપી લોન્જ, સાઉન્ડ માટેેનો ક્ધટ્રોલ રુમ, ત્રણ કમિટી ચેમ્બર, એક રેકોર્ડ રુમ, ટોયલેટ બ્લોકસ, પેન્ટ્રી, ફાયર એકઝીટ, મેઝાનાઇન ફલોર જેવી સગવડતા હશે.
જાણવા મળતી માહીતી મુજબ હાલમાં આ કામ ઝડપથી ચાલી રહ્યું છે, જામનગરના અન્ય ત્રણ મહત્વના પ્રોજેકટ પણ પૂર્ણતાના આરે છે, ત્રણ દરવાજા ગેઇટનું કામ પાંચ ટકા બાકી છે, એટલું જ નહીં ભુજીયા કોઠાનું કામ પણ પાંચથી સાત ટકા બાકી છે જયારે ટાઉનહોલનું કામ એકાદ મહીનાનું બાકી છે ત્યારે આગામી દિવસોમાં જામનગરને ત્રણ મહત્વના પ્રોજેકટ પુરા થઇ જશે.
જામનગર મહાપાલિકાના જનરલ બોર્ડ અંગે ત્રણેક વર્ષથી મંજુરી મળી ગઇ હતી પરંતુ નાણાના અભાવે આ કામ શરુ થઇ શકયું ન હતું, ખુદ મહાપાલિકાનું કામ મોડુ શરુ થયું છે, પરંતુ હાલ ફાયર બ્રિગેડ પાસે આ જનરલ બોર્ડ તૈ્યાર થઇ રહ્યું છે. લાંબા સમય બાદ આ મહત્વનું કામ પૂર્ણ થશે ત્યારે જામનગરને વધુ એક સુવિધા મળશે, લગભગ રુા.૪ કરોડના ખર્ચે ટાઉનહોલનું કામ પુરજોશમાં શરુ થયું છે અને અંદરની તમામ ચેર બદલી નાખવામાં આવશે, ત્યારે જામનગરમાં મહત્વના ત્રણ પ્રોજેકટ થોડા દિવસમાં જ પુરા થઇ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech