ગીર સોમનાથ હીરણ-૨ સહિતના જળાશયોના દરવાજા બંધ કરાયા

  • October 30, 2023 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાએ વિદાય લેતાં ગીર સોમનાથ જિલ્લ ાના વરસાદી ડેમોના દરવાજા હવે બંધ કરવામાં આવ્યા છે. હિરણ-૨ સિંચાઈ યોજનાના અધિકારી નરેન્દ્ર પીઠીયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષા ઋતુ દરમ્યાન ડેમ ઉપર ૧૧૨૮ એમએમ વરસાદ પડેલ છે. તેમજ હાલ ડેમનું લેવલ ૭૧.૨૬ મીટર તેની પુર્ણ સપાટીએ ભરાયેલ છે. તેમજ સિઝનનો કુલ પસાર થયેલો જથ્થો ૪૪૪.૯૧૧ એમસીકયુએમ છે. ડેમમાં હાલમાં પાણીનો જથ્થો ૩૮.૫૮૧ એમસીકયુએમ એટલે કે, ૧૦૦ ટકા ભરાયેલ છે અને ગત તા.૧૯/૧૦ના રોજ ડેમનો એક દરવાજો ૦.૦૨ મીટર ખુલ્લ ો હતો તે આજે ૧૮ કલાકે સંપુર્ણ બંધ કરી દેવાયો છે. 
​​​​​​​
રાવલ ડેમ જે ઉના પાસે આવેલ છે તેના બધાય ૬ દરવાજા બંધ કરાયેલ છે અને ૧૦૦ ટકા જળસંગ્રહ છે. સિઝન દરમ્યાન કુલ ૮૧.૬૧૯૨ એમસીકયુ પાણી ફલો થયું છે અને હાલ લેવલ ૧૪૮.૮૫૫ મીટર છે. જેની ઉંડાઈ ૧૯ મીટર છે અને જીવંત જથ્થો ૨૪.૦૦૫૫ એમકયુમ છે અને ૧૦૦ ટકા ભરાયેલ છે. 
ઉના પાસેનો મચ્છુન્દ્રી ડેમ પણ ૧૦૦ ટકા ભરાયેલ છે. જેમાં જીવંત જથ્થો ૨૬.૭૦૯૨ એકસીકયુએમ છે. હિરણ-૧ ડેમ જે સાસણ જંગલ વિસ્તારમાં આવેલ છે જે પણ ૧૦૦ ટકા ભરાયેલ છે જેને દરવાજા નથી જેનો જીવંત જથ્થો ૧૯.૬૩૯ એમકયુએમ અને કુલ જથ્થો ૨૦.૨૨૬ છે અને સિઝનમાં ૪૩.૪૯૭ એમસીકયુએમ પાણી વહી ગયું છે. સિંગવડા ડેમ કોડીનાર પાસે તેના ૬ દરવાજા પણ હવે સિઝન પૂર્ણ થતાં બંધ કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application