ગોંડલના ડૈયા ગામે રહેતા બિલ્ડિંગ મટીરયલ્સના ધર્ંધાીને હનીટ્રેપમાં ફસાવી પડધરીના ખજુરડી ગામે મળવા બોલાવી તેની પાસેી રૂ.૧.૦૭ લાખ પડાવી લીધા હતાં.જે ગુનામાં પડધરી પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.જયારે એક આરોપીની સંડોવણી ખુલી છે જેને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
ગોંડલ તાલુકાના ડૈયા ગામે રહેતા અને બિલ્ડિંગ મટીરયલ્સનો ધંધો કરતા નિતેશભાઇ રાઠોડ(ઉ.વ ૪૦) નામના વેપારીએ પડધરી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા પુરુષ અને એક અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વેપારી યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને એક અજાણી મહિલાનો વોટસએપ કોલ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું સેવા ભાવનાનું કામ કરું છું બાદમાં લોનના બહાને વેપારીને મળવા માટે બોલાવ્યા હતા.તારીખ ૫/૭ ના વેપારી પડધરીના ખજુરડી ગામ પાસે આ મહિલાને મળવા ગયા હતા.
અહીં હજુ મહિલા સો કોઈ વાત કરે તે પૂર્વે જ બે અજાણ્યા શખસો ધસી આવ્યા હતા અને તેણે આ મહિલાને બીજે મોકલી દઇ વેપારીને પોતાની સો ગાડીમાં બેસાડી દીધા હતા. બાદમાં કહ્યું હતું કે, અમે પોલીસ છીએ આ મહિલા ડ્રગ્સનો ધંધો કરે છે અને તું તેની સો આવ્યો છો તને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવો છે તેવી ધમકી આપી બાદમાં આરોપીઓએ પોતાની પાસે છરી હોવાનું જણાવી મારી નાખવાની ધમકી આપી વેપારી પાસેી રોકડ રૂપિયા ૪૨૦૦૦ તેમજ તેમના ગળામાંી રૂપિયા ૧૨૦૦૦ નો ચેઇન અને મોબાઈલ પડાવી લીધો હતો. બાદમાં આ શખસોએ વેપારીને તેના મિત્ર અને સંબંધીઓને ફોન કરી ગુગલ પે મારફત પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. આમ કહી રૂ.૩૫,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા આમ વેપારી પાસેી કુલ રૂપિયા ૧,૦૭,૯૯૯ ની મત્તા આ ટોળકીએ બળજબરીી કઢાવી લીધી હતી.
આ બનાવને લઇ પડધરી પોલીસ મકના પીએસઆઇ જી.જે.ઝાલા તા ટીમે તપાસ હા ધરી આ હનીટ્રેપના ગુનામાં આરોપી અરવિંદ ઉર્ફે અનિલ આંબાભાઈ ગજેરા (રહે. ભગવતીપરા શેરી નં.૧૦, સબ સ્ટેશનની બાજુમાં), સુરેશ ધરમશી ગોધાણી (રહે. મોરબી રોડ નાના ફાટક પાસે, શ્રી હરિ સોસાયટી) અને જીન્નત ઉર્ફે બેબી રફિકભાઈ મકવાણા (રહે. નંદનવન શેરી નં.૨૦, ભગવતીપરા મેઈન રોડ)ને ઝડપી લીધા હતાં.
ફરિયાદમાં ત્રણ આરોપીઓ સંડોવાયેલા હોવાનો ઉલ્લેખ હતો. જોકે પડધરી પોલીસની તપાસમાં ચાર આરોપીઓની સંડોવણી ખુલી છે. બાકી રહેલા એક આરોપીને ઝડપી લેવા પડધરી પોલીસે તપાસ હા ધરી છે.આરોપીઓએ અન્ય કોઇને શિકાર બનાવ્યા કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવામાં ખતરનાક વાયરસ શોધી કાઢશે નવા સેન્સર, એલર્ટ પણ આપશે
December 19, 2024 11:20 AMખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મંગળવારે વિવિધ આયોજનો
December 19, 2024 11:20 AMહથિયારોની દાણચોરીના કેસમાં બિહાર સહિત ચાર રાજયમાં એનઆઈએના દરોડા
December 19, 2024 11:19 AMમેજિકવિન ગેમ્બલિંગ એપ કેસમાં મલ્લિકા શેરાવત–પૂજા બેનર્જીને ઇડીનું સમન્સ
December 19, 2024 11:17 AMશિવાજી બાગ ને બચાવવા નગરપાલિકાનું તંત્ર જાગે
December 19, 2024 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech