રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન ખાડે જઈ રહી છે લુખ્ખા અને આવારા તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઇ નિર્દેાષ નાગરિકોને રંજાડી રહ્યા છે. જે વાતની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પૂર્વે પારેવડી ચોક પાસે રાત્રિના ફરજ પર રહેલા હોમગાર્ડ જવાનને ગુીના ઘા મારી લૂંટ ચલાવાઇ હતી. જે લૂંટમાં ઝડપાયેલા મોહિત ગોહેલ અને તેની સાથેના બે શખસોએ તે જ રાત્રીએ અગાઉ ગણેશનગરમાં ત્રણ વાહન અને ત્રણ ઘરમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ટાયર લે વેચનો ધંધો કરનાર ધંધાર્થીના માતાને ધક્કો મારી ઈજા પહોંચાડી કહ્યું હતું કે, અમે પ્રકાશ સાગઠીયાના માણસો છીએ ૧૦ લાખ આપી દેજો નહિતર આજે વાહન તોડા છે બધું તોડી નાખીશું. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ ભગવતીપરા શેરી નંબર–૧ માં ભાડાના મકાનમાં રહેતા મૂળ જૂના મોરબી રોડ પર ગણેશનગર શેરી નંબર ૪ ના રહેવાસી રાજેશ બચુભાઈ મકવાણા (ઉ.વ ૪૨) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગણેશ નગર ખાડામાં રહેતા મોહિત ચમનભાઈ ગોહેલ અને તેની સાથેના બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કુવાડવા રોડ માલીયાસણ પાસે જુના ટાયર લે વેચનો ધંધો કરે છે. ગત તારીખ ૨૪૨ ના તે કામ સબબ બહાર હતો ત્યારે રાત્રિના તેમના બહેન લમીબેન મહેન્દ્રભાઈ ઝાલાનો ફોન આવ્યો હતો કે, તમારી બોલેરોમાં બે માણસો પથ્થરના ઘા કરે છે જેમાં મોહિત ગોહેલ છે અને તે પ્રકાશ સાગઠીયાના માણસો છીએ તેમ કહી રહ્યો છે. બાદમાં યુવાને તાકીદે અહીં પહોંચી જોતા અહીં આહીર સમાજની વાડીના ગેટ પાસે રાખેલી તેની બોલેરો કાચ તૂટેલા હતા અને અંદાજિત ૩૦,૦૦૦ નું નુકસાન થયું હતું. બાદમાં તે પોતાની બહેનના ઘરે જતા જાણવા મળ્યું હતું કે, મોહિત અને તેની સાથેના બે અજાણ્યા શખસોએ મળી રાત્રિના દોઢ એક વાગ્યા આસપાસ બોલેરોમાં પથ્થરમારો કર્યા બાદ ફરિયાદીના બહેન લમીબેનના ઘરની ડેલીમાં પણ પથ્થરોના ઘા કર્યા હતા. ત્યારબાદ બાજુમાં રહેતા તેમના માસીયાઇ ભાઈ અમિત વીરજીભાઈ ચાવડાના ઘર પર પણ પથ્થરમારો કરી નુકસાન કયુ હતું. આ ઉપરાંત ગણેશનગર શેરી નંબર ૪ માં રહેતા યુવાનના મોટાભાઈ હરેશ બચુભાઈ મકવાણાના ઘરે પથ્થરમારો કરી તોડફોડ કરી હતી તેમજ બહાર એકસેસ અને સ્પ્લેન્ડર પડું હોય તેમાં નુકસાની કરી હતી. આ સમયે ફરિયાદીના માતા રાજીબેન (ઉ.વ ૭૫) જાગી જતા તેમણે ડેલી ખોલી જોતા મોહિતે તેને ધક્કો મારી ઈજા પહોંચાડી હતી અને ગાળો આપી કહ્યું હતું કે, રાજેશને કહી દેજો કે અમે પ્રકાશ સાગઠીયાના માણસો છીએ અને પ્રકાશને દસ લાખ પિયા નહીં. આપો તો તમારા વાહન તોડા છે અમે બધું તોડી નાખીશું. રાજેશ બહાર નીકળશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech