પોરબંદરમાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુકત પાણી વહાવવાનો પ્રોજેકટ આગળ વધી રહ્યો છે ત્યારે ‘સેવ પોરબંદર સી’ના યુવાનોએ જેતપુર જઇને પાણીના સેમ્પલ કેરબાઓમાં ભર્યા હતા તથા બોરના પાણી પણ સેમ્પલ પે લીધા હતા અને તેની પોરબંદરમાં સ્મશાનયાત્રા કાઢવામાં આવી તથા જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને સ્વયંભુ રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
‘યા’ બધા ક્યાં ગ-યા?!
પોરબંદર લોકસભા સીટની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી સમયે ભાજપના નેતાઓ ઘોડે ચડીને કમળ લઇને ‘યા’ ‘યા’નો પોકાર કરતા હતા. માંડવિયા, મોકરીયા, મોઢવાડીયા, બોખીરીયા,અટકધારીયા નેતાઓની અટકનો છેલ્લો અક્ષર ‘યા’ આવે છે અને ચૂંટણી ટાણે મત માંગવા આવા હતા ત્યારે આ બધા ‘યા’ઓ બે હાથ જોડીને ‘તમારે કોઇ સમસ્યા હોય તો કહેજો, અમે ન આવીએ તો અમારા કાર્યાલયના દરવાજા ખુલ્લા છે, અમારા મોબાઇલ ૨૪ કલાક તમારા માટે ચાલુ છે.’ના બણગા ફૂંકતા હતા પરંતુ હાલમાં પોરબંદરવાસીઓને રોડ ઉપર ઉતરી આવવુ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂકયુ હોવા છતાં અને હજારો લોકોએ સમૂહમાં એકતા બતાવીને પ્રોજેકટને રદ કરવા માંગ કરી હોવા છતાં આ બધા ‘યા’ કયાં ગયા? તેવો સવાલ પણ રેલીમાંથી ઉઠવા પામ્યો હતો. સ્વાભાવિક રીતે જ ભાજપ સરકારે યોજનાને મંજૂરી આપી છે તેથી ઉદ્યોગપતિઓને વહાલા થવા માટે થઇને અપાયેલી આ મંજૂરીને કારણે માછીમારી ઉદ્યોગને ભાંગી નાખવા માટે જો કોઇ જવાબદાર હશે તો તે ભાજપની જ સરકાર હશે તેમ જણાવીને રેલીમાંથી પણ લોકોનો રોષ સ્પષ્ટપણે ભાજપના નેતાઓ પ્રત્યે જોવા મળતો હતો. પોરબંદરના વિકાસ માટેના આ ડબલ એન્જીનો પૈકી એક પણ એન્જીન હજુ સુધી સીટી વગાડીને આ પ્રોજેકટ રદ કરવા માટેની ગાડી પાટે ચડે તે માટે આગળ આવ્યા નથી. એ બાબત મતદારો સારી રીતે સમજે-જાણે છે !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech