લેડી રેકટરની નજર સામે જ ભાગેલી ચાર સગીરાનો બીજા દિવસે પણ હજી નથી લાગ્યો કોઈ પત્તો

  • August 26, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભકિતનગર સ્ટેશન પ્લોટ રોડ પર આવેલા સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્ર્સમાં રહેતી ચાર સગીરા ગઈકાલે (શુક્રવારે) સવારે લેડી રેકટરની નજર સામે જ સંગાથે નાસી ગયાની ઘટનાથી તત્રં અને પોલીસમાં ભારે દોડધામ થઈ પડી છે. બીજા દિવસે પણ કોઈ સગીરાની ભાળ નહીં મળતા પોલીસે ફરિયાદના આધારે સગીરાઓના ઘર, સીસીટીવી અને અગાઉ સંપર્કમાં રહેલા પ્રેમીઓના ઠેકાણા સહિતના સ્થળે તપાસના ઘોડા દોડાવાયા છે. ચારેય સગીરા પોલીસને રૂખડિયાપરા નજીક સીસીટીવીમાં દેખાઈ હોવાનું જાણવા મળે છે.

પોલીસના સૂત્રોના પ્રા માહિતી મુજબ ચારેય સગીરા રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લની વતની છે અને છએક માસના સમયગાળા દરમિયાન સ્પે.હોમ ફોર ગલ્ર્સમાં રહેતી હતી. ચારેય સગીરાને અગાઉ પરિચિત શખસો કે પ્રેમી ઉઠાવી ગયા હતા. અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા હતા. જે તે સમયે પોલીસે પકડી પાડયા હતા. કાનૂની કાર્યવાહી બાદ સગીરાઓને સ્પે.હોમ ફોર ગલ્ર્સ રાજકોટ ખાતે મોકલી અપાઈ હતી.

ગઈકાલે શુક્રવારે રાબેતા મુજબ સવારે ૭ વાગ્યા બાદ સંસ્થામાં રહેતી ગલ્ર્સને નાસ્તો અપાયો હતો લેડી રેકટર પાસે પહોંચી હતી અને તેમને વાતોમાં પરોવી બે સગીરા ગૂપચૂપ દરવાજા પાસે પહોંચી છૂપાઈ ગઈ હતી. અન્ય બે સગીરા પાણી પીવાના બહાને મોકો જોઈ સરકી ગઈ હતી. દરવાજાની આગળની જાળી ખોલતા અવાજ આવતાની સાથે જ મહિલા રેકટરે અવાજ કર્યેા અને એ તરફ દોડતા તેમની નજર સામેથી જ ચારેય સગીરા દરવાજો ખોલીને નૌદો ગ્યારાહ થઈ ગઈ હતી.મહિલા રેકટર અને અન્ય સ્ટાફે તુરત જ પાછળ દોટ મુકી પણ ચારેય હાથ આવી ન હતી. સંબંધિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી તેઓ બધા દોડી આવ્યા હતા. નજીકમાં ભકિતનગર રેલવે સ્ટેશન, બસ સ્ટેશનથી લઈ આવા પરિવહન સરળતાથી થઈ શકે કે વાહન મળી શકે તેવા સ્થળે તપાસ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ એ ડિવિઝન પોલીસ મથકે ઓફિસર ઈન્ચાર્જ પૂજાબેન રિયાલ દ્રારા ફરિયાદ નોંધાવાઈ હતી.

ઘટનાની ગંભીરતાને લઈને એ ડિવિઝન પોલીસ તથા ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ હતી. સીસીટીવી ફટેજ ચેક કરાયા હતા. જેમાં રૂખડિયાપરા વિસ્તારમાં આગળ–પાછળ બે–બે સગીરા જતી પોલીસને દેખાઈ હતી. પોલીસને એવી આશંકા છે કે નજીકમાં રેલવે સ્ટેશન તરફ પહોંચી હોઈ શકે જેને લઈને તે તરફ પણ તપાસ કરી સીસીટીવી ચેક કરાઈ રહ્યા છે.

ચારેય સાથે નીકળવા પ્રિ–પ્લાન બનાવ્યાની શંકા
ચારેય સગીરાએ સાથે નીકળવા માટે પ્રિ–પ્લાન બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે. ચારે ગઈકાલે લેડી રેકટર પાસે સાથે જ ગઈ હતી. વાતોમાં ધ્યાન ચૂકવ્યું બે અગાઉ દરવાજા પાસે છૂપાઈ અને બીજી બે સગીરા રેકટરને પાણી પીવા જવાનું કહીને નીકળી ગઈ. ચારેય કેમેરામાં પણ સાથે જ દેખાતી હોવાથી ચારેય એકસાથે કયાંક જવા નીકળી હોઈ શકેની પણ પોલીસને આશંકા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application