શીંગડા ખાતે વાડી વિસ્તારમાં મેટલના રસ્તાઓનું થયું ખાતમુહૂર્ત

  • March 29, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના શીંગડા ગામે વાડી વિસ્તારના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે,જેથી ધરતીપુત્રને અવરજવરમાં વેઠવી પડતી મુશ્કેલીનો હવે અંત આવશે. પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગામ ખાતે આવેલ કુંભારડી વાવ પાસે  શીંગડા ગામ અલગ-અલગ વાડી વિસ્તારના મેટલ રસ્તાઓનું  ખાતમુહર્ત  પોરબંદર જીલ્લા ભાજપ અગ્રણી રામદેભાઈ મોઢવાડીયાના હસ્તે થયેલ હતુ,આ મેટલ રસ્તાઓ ખાતમુહર્ત થતા વાડી વિસ્તારના ખેડુત ભાઈઓમાં હર્ષની લાગણી છવાઈ ગયેલ હતી, ચોમાસા દરમિયાન મુશ્કેલીનો અંત આવશે વાડી વિસ્તારના ખેડુતભાઈઓએ સરપંચ માલદેજી અરશીજી ઓડેદરાના આભાર વ્યક્ત કરેલ હતો,આ તકે શીંગડા ભાજપ અગ્રણી પરબતજી ઓડેદરા, વિરમજી ઓડેદરા, ગીગાભાઈ મોઢવાડીયા, રાજભાઈ મોઢવાડીયા, સામતભાઈ કુછડીયા, રામભાઈ કુછડીયા,સદસ્ય ગ્રામપંચાયત સંજયભાઈ ગામી, લખુજી ઓડેદરા,માલદેભાઈ ઓડેદરા,જેઠાભાઈ ઓડેદરા, કેશુજી ઓડેદરા, લીલાજી ઓડેદરા, મહેશભાઈ જાદવ, રસિકભાઈ જાદવ, હાર્દિકભાઈ થાનકી અને વાડી વિસ્તારના ખેડુતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application