પૂર્વ નગરસેવક દીપુ પારીયા અને તેના મળતીયાઓ અવારનવાર ટીપીઓ અને અન્ય શાખામાં અરજી કરીને વિગતો મેળવી બાંધકામ કરનારાઓને ધમકી આપતા હોવાનું પણ ખુલ્યું: અગાઉ પણ પાંચ જેટલા અધિકારીઓને ધમકી અપાતી હોય તે અંગે પણ પોલીસની તપાસ શરૂ
જામનગર મહાનગરપાલિકામાં સીટી ઇજનેર ભાવેશ જાનીને ખંડણીની ધમકી આપી ા.1 લાખનો હપ્તો આપવાની માંગણી કરનાર તેજસ ઉર્ફે દિપુ પારીયાના કરતુતો એક પછી એક બહાર આવી રહ્યા છે, પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, એક વર્ષમાં ગેરકાયદેસર બાંધકામો અંગેની 22 જેટલી અરજીઓ દિપુ પારીયા અને તેના મળતીયાઓએ કરી છે, અગાઉ પણ પૂર્વ સીટી ઇજનેરને પણ કેટલાક લોકોએ ધાક-ધમકી આપી હતી, અન્ય અધિકારીઓને પણ અવારનવાર ધમકી આપતા રહેતા હોવાની વિગતો હવે ખુલતી જાય છે ત્યારે પોલીસની ટીમના હાથમાં પૂર્વ નગરસેવક હજુ આવ્યા નથી પરંતુ ભાવેશ જાનીની ઓફીસમાં રાખેલા સી.સી.ટીવી કેમેરામાં અપાયેલી ધમકી કેદ થઇ જતાં હવે પૂર્વ નગરસેવકને જામીન મંજુર કરવાનો ચૂકાદો આજે આવે તેવી શકયતા છે, દલીલો પૂર્ણ થઇ ચૂકી છે, બીજી તરફ પોલીસ પણ અન્ય પાસાઓની તપાસ કરી રહી છે તેમ બહાર આવ્યું છે.
મહાનગરપાલિકામાં અગાઉ પણ સીટી ઇજનેર શૈલેષ જોશી, એસ્ટેટ અધિકારી એન.આર.દીક્ષીત, મુકેશ વરણવા, જુનીયર એન્જીનીયર સુચીત જાની સહિતના કેટલાક અધિકારીઓને અવારનવાર ધાક-ધમકી અપાઇ હતી, હજુ થોડા સમય પહેલા એક કોર્પોરેટરે એસ્ટેટ અધિકારી દીક્ષીતને જાહેરમાં ગાળ આપી મારવાની ધમકી આપી હતી, ત્યારે ખુદ મ્યુ.કમિશ્નરે આ અંગે ફરિયાદ કરવા કહ્યું હતું પરંતુ અધિકારીએ બીકના માયર્િ આ ફરિયાદ નોંધાવી ન હતી. એકાદ વર્ષ પહેલા ભાજપના એક પૂર્વ નગરસેવકે પણ સુચીત બારડ નામના અધિકારીને જાહેરમાં ફડાકા માયર્િ હોવાની ઘટના પણ બની હોવાની વાતો ખુબ જ ચચર્ઇિ હતી, એવી જ રીતે મુકેશ વરણવાને પણ બે થી ત્રણ વખત શૈલેષ જોશીને અનેક વખત આ પ્રકારની ધમકી અપાઇ હતી, પરંતુ તે હવે વ્હેલા નિવૃત થઇ ગયા હોય તે અંગે કોઇ લાંબી તપાસ થઇ ન હતી, પરંતુ આરટીઆઇમાંથી વિગતો માંગીને અધિકારીઓ પાસેથી જાણકારી મેળવીને બાંધકામ કરનારાઓને બ્લેક મેઇલીંગ કરવા માટે કેટલીક ટોળકી જાણીતી છે.
પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી છે કે, સમજુબેન દિપુભાઇ પારીયાના નામે ટીપીઓ શાખામાં 15 અરજીઓ જુદા-જુદા બાંધકામ અંગે આવી છે, તેના મળતીયા ગણાતા અને કોર્પોરેશનના વિરોધ પક્ષમાં પડયા પાર્થયા રહેતા મહેશ લાલજી ચૌહાણ નામના શખસે પણ આઠ જેટલી અરજી કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. એક અન્ય સફેદ કપડાધારી વ્યકિતએ તો અગાઉના પૂર્વ સીટી ઇજનેર શૈલેષ જોશીને અવારનવાર અરજી કરીને હેરાન-પરેશાન કયર્િ હતાં, જો કે તેમાં શાસક પક્ષના અમુક નગરસેવકો તેને ઉત્તેજન આપતા હતાં તેવી વિગતો પણ બહાર આવી હતી.
કોર્પોરેશનમાં ત્રણથી ચાર બ્લેક મેલર તરીકે ઓળખાતા લોકો દિપુ પારીયાના બનાવ બાદ નિષ્ક્રીય થઇ ગયા છે, પરંતુ સવારે 11 થી 4 દરમ્યાન આજે કોનો ટાર્ગેટ બનાવવો તે અંગેની વિચારણા થતી અને ત્યારબાદ આરટીઆઇમાં અરજી કરાતી હતી, જો કે પોલીસ અધિકારી કે જે તપાસનીસ છે તેવા ટી.ડી.બુડાસણા આ અરજીઓ અંગે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે આ મામલે પોલીસ દ્વારા નીવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ટીપીઓ શાખામાં જ વધુ પડતી માહિતી માંગવા માટેની અરજી કરવામાં આવતી હતી. એક ચશ્માધારી શખ્સ પણ અવારનવાર ત્રણેક જેટલા અધિકારીઓને ટાર્ગેટ બનાવતો હતો અને એક અધિકારીનું તો હાર્ટ એટેકને કારણે બે વર્ષ પહેલા મૃત્યુ પણ થયું હતું એટલે કેટલાક મામલા દબાઇ ગયા હતાં, અન્ય બે અધિકારીઓએ વ્હેલી નિવૃતી લઇ લીધી હોય તેઓ ડરના માયર્િ પોલીસ ફરિયાદ નોંધાવતા ન હતાં અને મહાપાલિકામાં તો બ્લેક મેલરીયા રાજકીય ઓથને કારણે અધિકારી-કર્મચારીઓને અવારનવાર હેરાન કરતા હોવાની છાપ ઉભી થઇ છે.
એવી પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, દિપુ પારીયાને એક મોટા રાજકારણીનો માથે હાથ હોવાનું ચચર્ઇિ રહ્યું છે, બીજી તરફ એક નગરસેવક પણ તેને સારી એવી મદદ કરતા હોય તેના જોરના ઇસાબે આ પૂર્વ નગરસેવક ઉછળકુદ કરતો હોવાની વાતો બહાર આવી છે, અગાઉ રણમલ તળાવ જયારે ખોદાયું ત્યારે પણ એક ચચર્સ્પિદ ઓડીયો કલીપ બહાર આવી હતી તેમાં પણ કેટલાક મળતીયાના નામ ખુલ્યા છે.
મ્યુ.કમિશ્નર બ્લેક મેલર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે ?
જામનગર મહાનગરપાલિકામાં પાર્કિંગ વિસ્તાર તેમજ વિરોધ પક્ષની ઓફીસ પાસે 4 થી 5 કહેવાતા બ્લેક મેલરો પડયા-પાથયર્િ રહે છે, અગાઉ પૂર્વ નગરસેવક દિપુ પારીયા સામે પણ કર્મચારીઓને ધમકાવાની વાતો બહાર આવી હતી, પરંતુ ડરના માયર્િ કર્મચારીઓ કોઇ ફરિયાદ નોંધાવતા ન હતાં, ઓફીસ જેવી ખુલે એટલે તરત જ આવા કૌભાંડી તત્વો કોર્પોરેશનમાં આવી જાય છે અને આજે કયાં અધિકારી વિઘ્ધ અરજી કરવી ? કેવું સેટીંગ કરવું ? તે અંગેની ભાંગજળમાં પડયા-પાથયર્િ રહેતા હોવાની ચોંકાવનારી વિગતો ખુલતા મ્યુ.કમિશ્નરે પણ જાહેર કર્યુ છે કે, કોર્પોરેશનના કોઇપણ અધિકારી કે કર્મચારીને કોઇ વ્યકિત દબાવવાની કોશીષ કરશે તો કોઇપણ રીતે શાખી નહીં લેવાય અને અવારનવાર જે ચાર-પાંચ વ્યકિતઓ અધિકારીઓ અને કર્મચારીઓને દબાવે છે તેની સામે પણ પોલીસ એફઆઇઆર કરવામાં આવશે, આમ હવે મ્યુ.કમિશ્નર કડક બન્યા છે ત્યારે ચાર-પાંચ દિવસથી આવા તત્વોની આવન-જાવન ઘટી ગઇ છે પરંતુ કાયમી રીતે હેરાન કરતા આવા લોકોને હવે યોગ્ય સબક શીખડાવાનો સમય આવી ગયો છે ત્યારે મ્યુ.કમિશ્નર વધુ કડક કાર્યવાહી કરશે તેમ લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech