પીઝા કીંગ, ધ સ્નેક ચેટ, ડીડીએસ કીચન પાર્સલ પોઇન્ટ, વિલીયમ ઝોન પીઝા, જે.પી. ફાસ્ટ ફૂડમાંથી અખાદ્ય પદાર્થ મળતા નાશ કરાયો: અન્ય દુકાનદારોને અપાતી નોટીસ: સૂચનાનો અમલ નહીં કરો તો કડક પગલા...
જામનગરમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડીગ્રી વચ્ચે રહેતું હોય, છેલ્લા બે દિવસમાં જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ર4 જેટલા સ્થળોએ ચેકીંગ કરીને કેરીનો રસ, શેઇક સહિતની ચીજવસ્તુઓના નમૂના લઇને વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે, એટલું જ નહીં પીઝા કીંગ, ધ સ્નેક ચેટ, ડીડીએસ કીચન પાર્સલ પોઇન્ટ, વિલીયમ ઝોન પીઝા, જે.પી. ફાસ્ટ ફૂડમાંથી અખાદ્ય પદાર્થ મળતા નાશ કરાયો હતો, અન્ય દુકાનદારોને નોટીસ આપવામાં આવી હતી, તેમજ સૂચનાનો અમલ નહીં કરો તો કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાથી ફૂડ શાખાના નિલેશ જાસોલીયા, ડી.બી. પરમાર સહિતના સ્ટાફે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના નમૂના લઇને આ તમામ નમૂના વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.
સાધના કોલોનીમાં આવેલ પીઝા કીંગમાં સ્વચ્છતા જાળવવા અને હાઇજેનીક કંડીશન મેઇટેન્ટ કરવા, ધ સ્નેક ચેટમાંથી પ00 ગ્રામ વાસી બટેકાનો જથ્થો નાશ કરાયો, ડીડીએસ કીચન પાર્સલ પોઇન્ટમાંથી એક કિલો રાઇસ અને પ00 ગ્રામ બટેકનો નાશ કરાયો, વિલીયમ ઝોન પીઝા, ગ્રીન સીટીમાં બે કીલો બોઇલ બટેકા, એક કિલો બ્રેડ, પ00 ગ્રામ ચણા, 1 કિલો મકાઇ, પ00 ગ્રામ રાઇસ વાસી જણાતા નાશ કરાયો, જ્યારે રણજીતસાગર રોડ પર આવેલ શિવમ ફૂડમાંથી બે કિલો મન્ચ્યુરીયન, બે કીલો ભાત, બે કિલો ગ્રેવી, પ00 ગ્રામ ડ્રેગન પોટેટો અખાદ્ય જણાતા નાશ કરાયો, ત્યારબાદ રણજીતસાગર રોડ ઉપર જે.બી. ફાસ્ટફૂડમાંથી 1પ કિલો લેબલ વિનાનો શોસ, આ વિસ્તારમાં બેઠક રેસ્ટોરન્ટમાં પણ ચેકીંગની કાર્યવાહી કરાઇ હતી.
ખોડિયાર કોલોનીમાં આવેલ ભોલેનાથ જ્યુસ સેન્ટરમાં 10 લીટર ચાસણી અખાદ્ય જણાતા તેનો નાશ કરાયો, જ્યારે અંજતા નાસ્તા ભુવન અનપુમા ટોકીઝ પાસે પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લીમડાલાઇન ધારેશ્ર્વર ડેરી સ્વીટ પેલેસમાંથી કેરીનો રસ લુઝ, પ4 દિ.પ્લોટમાં આવેલ અંબિકા ડેરી પ્રોડકટસમાંથી કેરીનો રસ લુઝ, જી.જી. હોસ્પિટલ સામે જગદીશ પાન કોલ્ડ્રીંક્સ લુઝ મેંગો સ્નેક, હોસ્પિટલ સામે રંગોલી શ્રી ક્રિષ્ના જ્યુસ ફાસ્ટફૂડમાંથી મેંગો મીલ્ક શેઇક લુઝ, ક્રિકેટ બંગલા ગુદ્વારા પાસે ન્યુ નિલમ જ્યુસ લસ્સીમાંથી મેંગો મીલ્ક શેઇક લુઝ, એમ.પી. શાહ મેડીકલ કોલેજ સામે નુરી જ્યુસ સેન્ટર માંથી લુઝ મેંગો જ્યુસ, જી.જી. હોસ્પિટલમાં સામે રાજ ટી સ્ટોલમાંથી લુઝ મેંગો જ્યુસ એની બાજુમાંથી બોમ્બે ફ્રુટ જ્યુસમાંથી લુઝ મેંગો શેઇકના નમૂના લઇને લેબમાં મોકલી અપાયા હતા.
પટેલ કોલોની નં. 9/1 માં આવેલ કિરીટ સ્વીટ ફરસાણ માર્ટમાંથી લુઝ કેરીનો રસ, રામેશ્ર્વર ચોકમાં આવેલ જલારામ ખમણમાંથી લુઝ કેરીનો રસ, પ4 દિ.પ્લોટમાં આવેલ કમલેશ ડેરીમાંથી લુઝ કેરીનો રસ, ર1 દિ.પ્લોટમાં આવેલ અંબિકા ડેરી ફાર્મમાંથી મીલ્ક શેઇક (લુઝ), ર4, દિ.પ્લોટમાંથી સદ્દગુ ડેરી ફાર્મમાંથી લુઝ મેંગો શેઇક, જી.જી. હોસ્પિટલ સામે આવેલ લક્ષ્મી ફ્રુટસમાંથી લુઝ મેંગો જ્યુસ, શ સેકશન રોડ પર આવેલ અંબિકા સ્વીટ નમકીન માંથી લુઝ કેરીનો રસ, એસ.ટી. સામે આવેલ નિલમ જયુસ, ડેનીશા ફ્રુટ સેન્ટર અને રામમંદિર શેક સ્નેકસ માંથી લુઝ મેંગો મીલ્ક શેઇકના નમૂના લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા જોલી બંગલા પાસે શીવ સાગર જ્યુસ સ્નેકસમાંથી મેંગો મીલ્ક શેઇક આ જ વિસ્તારમાં આવેલ ગાંધી સોડા શોપ, કૃણાલ જ્યુસ સ્નેકસ, મહેશ જ્યુસ સ્નેકસમાંથી લુઝ મેંગો શેઇક નમૂના માટે લેબ મોકલાયા હતા, તેમજ 14 દિ.પ્લોટમાં આવેલ આશાપુરા જ્યુસ સેન્ટરમાંથી સીઝન સ્ટોર્સ મેંગો મીલ્ક શેઇક પણ નાશ કરવામાં આવ્યો હતો, કેટલાક સ્થળોએ સ્વચ્છતા રાખવા, હાઇજેનીક કંડીશન મેઇટેઇન કરવા, સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા અને પેઢીમાં કામ કરતા કર્મચારીઓના ફીટનેશ સર્ટીફીકેટ તેમજ પ્રીન્ટવાળી પટ્ટી ખાદ્ય પદાર્થ ન રાખવા કડક સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech