૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૧૫ જૂનથી શરૂ થવાની શકયતા

  • June 08, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૧૫ જૂનથી શ થવાની શકયતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી કેબિનેટ તારીખે અંતિમ નિર્ણય લેશે. પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોને ગૃહના સભ્યો તરીકે શપથ લેવડાવવામાં આવશે. શપથ ગ્રહણ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ પછી નવા સ્પીકરની પસંદગી કરવામાં આવશે.
બીજા દિવસે રાષ્ટ્ર્રપતિ લોકસભા અને રાયસભાની સંયુકત બેઠકને સંબોધિત કરશે. સત્ર દરમિયાન, વડા પ્રધાન બંને ગૃહોમાં તેમની મંત્રી પરિષદની રજૂઆત કરશે. લોકસભાનું આ સત્ર ૨૨ જૂને સમા થવાની સંભાવના છે.આ પછી નવા લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્ર્રપતિ બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધીને સત્રની ઔપચારિક શઆત કરશે.

સત્રની તારીખો પર અંતિમ નિર્ણય નવી કેન્દ્રીય કેબિનેટ દ્રારા લેવામાં આવશે. સત્ર દરમિયાન, વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોનો બંને ગૃહોમાં પરિચય પણ કરાવશે. સત્ર ૨૨ જૂને સમા થવાની સંભાવના છે. આ સત્ર એક સાહના ટૂંકા ગાળા માટે યોજાય તેવી શકયતા છે. આ પછી, સંસદનું ચોમાસુ સત્ર જુલાઈ–ઓગસ્ટમાં યોજાશે અને આ દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫નું નિયમિત બજેટ પણ રજૂ કરવામાં આવશે.

રવિવારે સાંજે રાષ્ટ્ર્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ કેબિનેટની બેઠક યોજાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુએ ૫ જૂને ૧૭મી લોકસભા ભગં કરી દીધી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application