સંસદનું પ્રથમ સત્ર ૧૮ જૂનથી શરૂ થશે

  • June 11, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવી એનડીએ સરકારની રચના બાદ સંસદનું પ્રથમ સત્ર આવતા સાહે શ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટૂંકું સત્ર ૧૮ અથવા ૧૯ જૂને શ થઈ શકે છે અને તેની અવધિ ૪–૫ દિવસની હોઈ શકે છે. જેમાં નવા ચૂંટાયેલા લોકસભાના સાંસદોને શપથ લેવડાવવા ઉપરાંત નવા લોકસભા અધ્યક્ષની પસંદગીનું મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. પરંપરાગત રીતે પ્રો ટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવે છે અને સૌથી અનુભવી સાંસદને પ્રો ટેમ સ્પીકર બનાવવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે સાંસદોને શપથ લેવડાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા સ્પીકરની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. ગત લોકસભામાં સ્પીકરની જવાબદારી ઓમ બિરલા પાસે હતી. આ વખતે પણ તેઓ ચૂંટણી દ્રારા લોકસભામાં પહોંચ્યા છે

સૌથી મહત્વપૂર્ણ સત્ર જુલાઈમાં
સૂત્રોએ જણાવ્યું કે નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી ૨૦ જૂને થવાની સંભાવના છે અને તે પછી રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ બીજા દિવસે લોકસભા અને રાયસભા સહિત સંસદને સંયુકત રીતે સંબોધિત કરી શકે છે. આ સંક્ષિ સત્ર દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદી સંસદમાં તેમની નવી મંત્રી પરિષદનો પરિચય પણ કરાવશે, સંસદના આ સત્ર પછી, જુલાઈમાં એક મહત્વપૂર્ણ સત્ર થશે, જેમાં નવી એનડીએ સરકાર નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ સત્ર જુલાઈના બીજા સાહમાં શ થઈ શકે છે

સ્પીકરની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ
૫૪૩ બેઠકોવાળી લોકસભામાં એનડીએ પાસે બહત્પમતી છે, પરંતુ ભારત ગઠબંધન તેના ચૂંટણી પ્રદર્શનને લઈને ઉત્સાહિત છે. પીએમ મોદીને એનડીએના નેતા તરીકે ચૂંટાયા પહેલા જે પ્રકારના સંકેતો ઈન્ડિયા એલાયન્સ તરફથી મળ્યા હતા, તેનાથી લાગે છે કે વિપક્ષ સ્પીકરની ચૂંટણીમાં જોરદાર પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ કોઈ ઉથલપાથલની શકયતાને લઈને સાવધ રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application