શ્રી સત્ય સાઈ વિદ્યાલય દ્વારા પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ૧૫,૧૧૧ દીવડા દ્વારા ઉજવણી જામનગરના રાજવી શ્રી જામસાહેબ બાપુ દ્વારા પ્રથમ જ્યોત પ્રગટવામાં આવી

  • January 23, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી સત્ય સાઈ વિદ્યાલય દ્વારા પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ૧૫,૧૧૧ દીવડા દ્વારા ઉજવણી જામનગરના રાજવી શ્રી જામસાહેબ બાપુ દ્વારા પ્રથમ જ્યોત પ્રગટવામાં આવી

જામનગર  : પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે શ્રી સત્ય સાઈ વિદ્યાલયના આંગણમાં આનંદની ઉજવણી છવાઈ ગઈ. ભારતના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ અવસરની શાળા અને તેના વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી. શ્રી સત્ય સાંઈ વિદ્યાલયનું આંગણ ૧૫૧૧૧ દીવડાથી જગમગી ઉઠ્યું. શ્રી સત્ય સાઈ વિદ્યાલયમા માત્ર દીવડા ની જ્યોત જ નહિ પરંતુ આ ૧૫૧૧૧ દીવડાથી અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના મંદિર ની પ્રતિકૃતિ બનાવવામાં આવી. શાળાએ દીવડા સાથે પ્રસંગ અનુરૂપ ૨૦૦૦ ફૂટની રંગોળીથી શ્રી રામના  આગમનનો હર્ષ દર્શાવ્યો. આ ભવ્ય ઉજવણીનો હેતુ શ્રી રામનું મહત્વ અને તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રકાશિત કરવાનો છે
​​​​​​​

શ્રી સત્ય સાઈ વિદ્યાલયના ચેરમન, જામનગરના રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ જ્યોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. જમસાહેબનો આ ભાવ આપણી સાંસ્કૃતિક વારસાને જાળવવા અને જતન કરવાની તેઓની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શ્રી રામ મંદિરની પવિત્રતાને પ્રતિબિંબિત કરતો આ પ્રસંગ ભગવાન શ્રી રામના ભક્તિમાય ભજન થી ગુંજી ઉઠ્યો. ૫૦૦૦થી વધુ ઉત્સાહી સહભાગીઓના આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા. શ્રી સત્ય સાંઈ વિદ્યાલય આ ઐતિહાસિક ક્ષણનો એક ભાગ હોવાનો ગર્વ અનુભવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application