બોલિવૂડમાં સિક્વલ અને રી-રીલીઝનો તબક્કો ચાલી રહ્યો છે. હાલમાં જ ઘણી ફિલ્મોની સિક્વલની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. નિર્માતા સુભાષ ઘાઈએ જણાવ્યું હતું કે પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન સ્ટારર એતરાઝની સિક્વલ ટૂંક સમયમાં આવવાની છે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
વર્ષ 2004માં સુભાષ ઘાઈ ‘‘ઐતરાઝ’’ નામની ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર અને પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી અને પ્રિયંકાએ ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ માટે તેના ખૂબ વખાણ થયા હતા
તાજેતરમાં જ નિર્માતા સુભાષ ઘાઈએ કન્ફર્મ કર્યું હતું કે તેઓ બહુ જલ્દી આ ફિલ્મની સિક્વલ લાવવાના છે. આ પછી સમાચાર આવવા લાગ્યા કે પ્રિયંકા ચોપરાનો જાદુ તેની સિક્વલમાં ફરી જોવા મળશે. પરંતુ હવે પ્રિયંકા ચોપરાના ફેન્સ માટે એક મોટા સમાચાર છે, જેને સાંભળ્યા પછી તેઓ થોડા નિરાશ થઈ શકે છે.પ્રિયંકા ચોપરા આ ફિલ્મની સિક્વલમાં જોવા નહીં મળે. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સુભાષ ઘાઈએ પુષ્ટિ કરી કે પ્રિયંકા ચોપરા ‘‘ઐતરાઝ 2’’ માં મુખ્ય અભિનેત્રી હશે નહીં. તેની પાછળનું કારણ જણાવતા સુભાષે કહ્યું કે આ ફિલ્મને રિલીઝ થયાને 20 વર્ષ થઈ ગયા છે.
તેમણે કહ્યું- “ઐતરાઝને બન્યાને 20 વર્ષ થઈ ગયા છે. તેથી આપણે આજના નવા કલાકારો, નવી પેઢીના કલાકારો સાથે આ ફિલ્મ બનાવવી પડશે.” તેણે પુષ્ટિ કરી કે તેનું પ્રોડક્શન હાઉસ ‘‘ખલનાયક 2’’ અને ‘‘ઐતરાઝ 2’’ પર કામ કરી રહ્યું છે.
તેમણે આગળ કહ્યું, ‘સ્ટોરી અને કાસ્ટ લોક થઈ જતાં જ અમે 3-4 મહિનામાં બધું જાહેર કરીશું.’ 2004માં રિલીઝ થયેલી ‘‘ઐતરાઝ’‘નું નિર્માણ સુભાષ ઘાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે અબ્બાસ મસ્તાન તેના દિગ્દર્શક હતા. ‘‘ઓહ માય ગોડ’’ લેખક અમિત રાય આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech