હોલિવુડ સ્ટાઈલથી શૂટ થયો હતો ‘ટાઈગર 3’નો ફાઈટ સીન

  • January 15, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન-શાહરૂખ ખાનનો હેલિકોપ્ટરનો સીન દર્શકોને કરે છે રોમાંચિત

સલમાન ખાન અને કેટરીના કૈફની 'ટાઈગર 3'એ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ ઓટીટી પર પણ ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન, નિર્માતાઓએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં સલમાન અને શાહરૂખ ખાન વચ્ચે કેવી લડાઈ થઈ અને હેલિકોપ્ટરનો સીન કેવી રીતે શૂટ થયો તે દેખાડવામાં આવ્યું છે.


દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે કેટલાક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે તો કેટલીક ફિલ્મો નિષ્ફળ જાય છે. ફિલ્મો ચાહકો મનોરંજન માટે જોવા નથી તેની પાછળ અન્ય કારણ પણ છે અને તે છે. બોલિવુડ સ્ટારની ફિલ્મની સ્ટોરી જેમાં એક્શન સીન ખાસ હોય છે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 સારી કમાણી કરી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવી છે.


ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાનની ફાઈટ અને હેલીકોપ્ટર વાળો સીન જોઈ સૌ કોઈના મનમાં એક જ સવાલ થાય છે, કે, આ સીન કઈ રીતે શૂટ થયો હશે. ત્યારે હવે તમામ ચાહકોના મનમાં આ સવાલ તો છે. તો ટાઈગર 3ના મેકર્સે એકવીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. 


સલમાન ખાન અને શાહરુખ ખાનની સાથે કામ કરતા જોવા માટે સૌ કોઈ એક્સાઈટેડ થઈ જાય છે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3માં શાહરુખ ખાનનો કેમીયો હતો. આ એક્શન સીન સૌ કોઈને પસંદ આવી રહ્યા છે. હવે મેકર્સ દ્વારા  બ્રેકડાઉન વીડિયોમાં મેકિંગની સુંદર રીતે દેખાડ્યું છે. જેને બનાવવામાં ખુબ મહેનત લાગી છે. ફિલ્મમાં સલમાન ખાન અને શાહરુખ ખાનના કેટલાક હેલીકોપ્ટર શોટ પણ તમે જોઈ શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application