રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતી મૂળ યુપીની વતની ૧૮ વર્ષીય યુવતીએ સિંદૂર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીની આઠ માસ પૂર્વે બનારસના યુવાન સાથે સગાઈ થઈ છે. મંગેતરએ ફોન કરી અન્ય યુવતી સાથેનો ફોટો દેખાડી તેની સાથે સંબંધ હોવાનું કહેતા આ બાબતે લાગી આવતા યુવતી આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા સોલવન્ટ પાસે બિલેશ્વર યાર્ડ નજીક રહેતો મૂળ યુપીના પરિવારની ૧૮ વર્ષે દીકરી સુનીતા રાજકુમાર પટેલએ ગઈકાલ સાંજે સિંદૂર પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી બે ભાઈ બે બહેનના પરિવારમાં નાની હોવાનું માલુમ પડ્યું હતું. આઠ માસ પૂર્વે યુવતીનું સગપણ બનારસના શુભમ સાથે નક્કી થયું હતું. દરમિયાન ગઈકાલે મંગેતરએ ફોનમાં વાત કરતી વેળાએ અન્ય યુવતીનો ફોટો દેખાડી તેની સાથે પોતાને સંબંધ હોવાનું કહેતા આ બાબતે લાગી આવતા યુવતી આ પગલું ભરી લીધું હોવાનું માલુમ
પડ્યું છે.
જ્યારે અન્ય એક બનાવમાં જામનગર રોડ પરના પરસાણાનગર ૪ માં રહેતા અને દવાખાનામાં નોકરી કરનાર તારકેશ્વરીબેન મનીષભાઈ મોટવાણી(ઉ.વ ૩૬) એ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પરિણીતાનો પતિ મનીષ ચુનારાવાડમાં કરિયાણાની દુકાન ધરાવે છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિને દારૂ પીવાની કુટેવ હોય દારૂ પી ગાળો આપી ત્રાસ આપતો હોય તેનાથી કંટાળી આ પગલું ભર્યાનું જાણવા
મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech