જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનનું પર્વ મનાવાયું

  • August 19, 2024 01:13 PM 

જેલ પરિસરમાં પોલીસ રક્ષણ હેઠળ તમામ કેદી ભાઈઓના બહેનોએ ઉત્સાહ-ઉમંગ સાથે રાખડી બાંધી


જામનગરની જિલ્લા જેલમાં આજે રક્ષાબંધનના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જેલના બંદીવાન ભાઈઓ, કે જેઓ પણ પોતે રક્ષાબંધનનું પર્વ મનાવી શકે, તે માટેની જેલ પરિસરમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


જેલના બંદીવાન ભાઈઓ, કે જેના પરિવારના બહેનોને આજે રક્ષાબંધનના પર્વ પર જેલ પરિસરમાં પ્રવેશ અપાયો હતો, અને તમામ બંદીવાન ભાઈઓના બહેનો, કે જેમણે પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી, અને કુમકુમ તિલક કર્યા હતા, અને જલ્દીથી જેલ મુક્તિ મળે તેવી કામનાઓ કરી હતી.


જેલ વ્યવસ્થા ના તંત્ર દ્વારા સમગ્ર રક્ષાબંધનના કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી બંદીવાન ભાઈઓ પોતાના પરિવારના બહેનો સાથે રક્ષાબંધનનું પર્વ મનાવી શક્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application