ઉપલેટા પંથકના ખેડૂતોને સૌની યોજનાનું સિંચાઇનું પાણી મળતા આનંદની લહેર

  • February 14, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંથકના દસ કરતા વધુ ગામો માટે અતિમહત્વનું કહી શકાય તેવું સૌની યોજનાનું સિંચાઇ માટેનું પાણી ધારાસભ્ય પાડલિયાની સઘન રજૂઆતને પગલે ચેકડેમમાં આવી પહોંચતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.
​​​​​​​
ભાયાવદર-ખીરસરા ટીંબડી અરણી સહિત ખેડૂતોની રજૂઆતના પગલે ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલિયાએ સૌની યોજના લિંક-૩માં જ ફિડર કાલાવડ પાસે આવેલ છે. તેમાંથી જો પાણી છોડવામાં આવે તો હજારો હેકટરને સિંચાઇનો ફાયદો મળે તેવી રજૂઆત સિંચાઇ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ લાગતા વળગતા અધિકારીઓને કરતા તાત્કાલીક ધોરણે આ પ્રશ્ર્નનો ઉકેલ આવતા ગઇકાલે લીંક-૩માંથી પાણી છોડવામાં આવતા ભાયાવદર પંથકના ખીરસરા અને ટીંબડી વચ્ચેના ચેક ડેમમાં આવી પહોંચતા સિંચાઇ માટે આ પાણી ભારે ફાયદાકારક ગણાશે. ચેકડેમમાં પાણી આવતા ભર ઉનાળે ચેકડેમો છલકાઇ જવાથી ચોમાસા સુધી પાણી સ્તર સાજા રહેશે આને કારણે સિંચાઇ તેમજ પીવાના પાણી માટે મોટો ફાયદો મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application