જામનગરમાં જૈનનગર એપાર્ટમેન્ટમાં બે બાળાઓ અંદરથી લોક થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો

  • July 05, 2024 10:13 AM 

રસોડાનો દરવાજો ખુલ્લો હોવાથી પ્રથમ માળે સીડી ગોઠવી ફાયરનો સ્ટાફ અંદર ઉતર્યા પછી લોક કરેલો દરવાજો ખોલી નાખ્યો


જામનગરમાં ધન્વંતરિ ગ્રાઉન્ડ સામે આવેલા જૈન નગર એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતા એક પરિવારની બે બાળકીઓ કે જેઓ રૂમ નો દરવાજો અંદરથી લોક કરીને સુઈ ગઈ હતી, જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો, અને ફાયર શાખાને જાણ કરી હતી. જેથી ફાયર ના સ્ટાફે પ્રથમ માળે સિડી ગોઠવી રસોડાના દરવાજામાંથી અંદર પ્રવેશ મેળવી લઇ અંદરનો લોક ખોલી નાખ્યો હતો, અને બંને બાળાઓને હેમ ખેમ બહાર કાઢી લીધી હતી. તેથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધન્વંતરિ ગ્રાઉન્ડ સામે આવેલા જૈન નગર એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતા મુકેશભાઈ મૉમબાસા નામના પરપ્રાંતિય પરિવારની બે નાની બાળાઓ વેદા અને વાણી કે જે બંને જોડીયા બાળકીઓ સાંજે ૮.૦૦ વાગ્યાના અરસામા પોતાના રૂમનો દરવાજો અંદરથી લોક કરીને સુઈ ગઈ હતી. પરિવારજનોએ દરવાજો ખટખટાવવા છતાં બંને બાળકીઓએ લોક ખોલ્યો ન હતો, અને નીંદ્રાધીન અવસ્થામાં રહી હતી, જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી.

જેથી ફાયર શાખાની ટુકડી તાબડતોબ દોડી ગઈ હતી, અને બહારથી સિડી ગોઠવી પ્રથમ માળે રસોડા નો દરવાજો ખુલ્લો હોવાથી રસોડામાં પ્રવેશ મેળવી લઇ અંદર પહોંચ્યા હતા, અને રૂમના દરવાજાનો લોક ખોલી નાખી પરિવારને અંદર બોલાવી લીધો હતો. જેથી બાળકીના માતા-પિતા વગેરેએ અંદર પહોંચી પોતાની બંને પુત્રીઓને હેમ ખેમ જોઈને હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application