ચોરવાડના યુવકને પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ વાડીએ ઉઠાવી જઈ ઢોર માર માર્યો

  • October 31, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોરવાડનો યુવક રાત્રીના દોઢેક વાગ્યે કેશોદની કોર્ટ પાસે હતો ત્યારે ત્યાંથી ત્રણ જેટલા શખસો રિક્ષામાં ઉઠાવી વાડીએ લઇ જઈ બેફામ ઢોર મારમારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચોરવાડ ગામે મોમાઈ માતાજીના મંદિર પાસે રહેતો અને ડ્રાયવીંગ કામ કરતો રવિ હરદાસભાઇ ચાવડા (ઉ.વ.24) નામનો યુવક રાત્રીના કેશોદ કોર્ટ પાસે હતો ત્યારે દેવરાજ, બાલુ અને મયુર સહિતના રિક્ષામાં ઉઠાવી જઈ વાડી વિસ્તારમાં લઇ જઈને રાતથી સવાર સુધી પાઇપ લાકડી વડે આડેધડ બેફામ ઢોર મારમારી યુવકને કોર્ટ પાસે મૂકી જતા યુવકને મૂંઢ ઈજાઓ થવાથી પ્રથમ કેશોદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.
યુવકના પરિવારજનોના કહેવા મુજબ રવિને કેશોદ પંથકની એક યુવતી સાથે પ્રેમ હોય અને તેને મળવા માટે ગયો હતો ત્યારે યુવતીના પિતા, ભાઈ સહિતના જોઈ જતા તેને બળજબરી પૂર્વક રિક્ષામાં લઇ જઈ કોઈની વાડીમાં લઇ ગયા હતા અને સવાર સુધી મારમારતા શરીરે મૂઢ ઇજા થઇ છે. બનાવ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News