ભાવનગર શહેરના ચિત્રા જીઆઇડીસી ખાતે આવેલી ચિત્રા સીએમસી ખાતે આજે વહેલી સવારે મહેશભાઈ લવજીભાઈ ગોહિલ તેના પત્નીને ડિલિવરી માટે લઈને પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. અને મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે ત્યાર બાદ મહેશભાઈને હોસ્પિટલ તંત્ર દ્વારા તેઓના પત્નીની હાલત વધુ ખરાબ હોવાનું જણાવી અને સરકારી હોસ્પિટલ ખસેડવા કહ્યું હતું. જ્યાંથી પરિવારજનો મહિલાને સર ટી હોસ્પિટલ ખાતે લઈને આવતા તેણીનું મૃત્યુ થવા પામ્યું હતું. બનાવ મામલે પરિવારજનો અને સમાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને મહિલાના પતિ મહેશભાઈએ ચિત્રા સીએમસીના તબીબ પર આક્ષેપ લગાવ્યા હતા. અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સીએમસીના ડોક્ટર્સની બેદરકારીથી તેના પત્નીનું મોત નીપજ્યું છે. જે અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધા કરાવી પોલીસ ફરિયાદ કરવા સહીતની કાર્યવાહી કરશે તેમ માહિતી આપતા જણાવ્યું હતું. જોકે સમગ્ર મામલે પરણિતાના પીએમ બાદ સાચી હકીકત સામે આવશે. હાલ પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્ય જલારામ મંદિરે યોજાશે નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ
April 18, 2025 02:59 PM‘આજકાલ’ના અહેવાલ બાદ વનવિભાગને પણ દાની ભઠ્ઠીનો નાશ કરવાની પ્રેરણા મળી!
April 18, 2025 02:57 PMશરિયત મુજબ મિલકતનું વિભાજન ન કરો: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપી નોટિસ
April 18, 2025 02:55 PMભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ 61 વર્ષની ઉંમરે દુલ્હા બનશે
April 18, 2025 02:51 PMપૈસાની લેતીદેતી મામલે છરીના ઘા ઝીંકી હત્યાના આરોપીને આજીવન સખત કેદ
April 18, 2025 02:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech