ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં ત્રણ વાર લેવાશે

  • May 01, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરની હવેથી વર્ષમાં ત્રણ વખત પરીક્ષા લેવામાં આવશે. ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીયેટ પ્રોગ્રામની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે બંને પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન આજે પૂર્ણ થયું છે જેની પરીક્ષા જૂન, સપ્ટેમ્બર અને જાન્યુઆરીમાં લેવાશે.
સીએના પ્રથમ વર્ષમાં બે વખત પરીક્ષા લેવાય છે જેમાં મે અને નવેમ્બરમાં પરીક્ષા લેવામાં આવતી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે સીએ ફાઉન્ડેશન પ્રથમ સ્ટેજ છે. જેમાં ફાઉન્ડેશન પ્રોગ્રામ હોય છે જ્યારે બીજું સ્ટેજ ઇન્ટરમીડિયેટ છે. સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં બેસવા માટે ધોરણ 12 પાસ તેમજ ઇન્ટરમિડીયેટ માટે ફાઉન્ડેશન કે ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે. નવા નિયમ મુજબ આ પરીક્ષા ત્રણ વખત લેવામાં આવશે જેમાં જૂન સપ્ટેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ઇન્ટરમિડીયેટ પરીક્ષા પાસ કયર્િ બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે ત્યારબાદ જ તે ફાઇનલની પરીક્ષા આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application