શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચેના જાહેર ઝગડાનું પ્રકરણ પ્રદેશમાં પહોંચ્યું

  • February 23, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને મહિલા ધારાસભ્ય ડોકટર દર્શિતાબેન શાહ વચ્ચે ગઈકાલે મેયર બંગલે જાહેરમાં જે મુજબ શાબ્દિક ટપાટપી થઈ તેના સંપૂર્ણ અહેવાલો, અખબારી કટીંગ અને વિડિયો દ્રારા પ્રદેશ ભાજપને મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. દર્શિતાબેન શાહ અને મુકેશ દોશી એમ બંનેના હરીફ જૂથ દ્રારા આ પ્રકરણ સ્થાનિક કક્ષાએ જ ટાઢું ન પડી જાય તે માટે પ્રદેશ કક્ષાએ સમગ્ર અહેવાલ મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટની મુલાકાતે છે અને તે બાબતને ધ્યાનમાં રાખી હાલત તુરતં તો પ્રદેશ ભાજપે આ સમગ્ર પ્રકરણ સાઈડમાં રાખી દીધું છે. પરંતુ વડાપ્રધાનની મુલાકાતનો સૌરાષ્ટ્ર્રનો કાર્યક્રમ પૂરો થયા પછી આ મામલે કોઈ કાર્યવાહી થવાની શકયતા છે.ભાજપમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર કરતા પણ સંગઠન માળખું વધુ પ્રભાવક હોય છે. વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમ અનુસંધાને ધારાસભ્ય દર્શિતાબેન શાહને ગઈકાલે મેયર બંગલે યારે પૂછવામાં આવ્યું કે તમે બધાને જાણ તો કરી દીધી છે ને?. આ સવાલના જવાબમાં દર્શિતા બેને હા એ હા કરી હતી પરંતુ પ્રમુખ મુકેશ દોશી એ ઓન ધ સ્પોટ ક્રોસ વેરીફીકેશન માટે દરેક વોર્ડ પ્રમુખને ફોન કરીને પૂછતા અમને ધારાસભ્યએ આવી કોઈ જાણ કરી નથી તેવો જવાબ આપતા મામલો ગરમાયો હતો.

હત્પં ધારાસભ્ય છું અને તે દરે મારી સાથે આ રીતે જાહેરમાં વાત ન કરવી જોઈએ. તેમ ડોકટર દર્શિતાબેન શાહે ઉગ્રતાથી જણાવ્યું હતું અને તેના જવાબમાં મુકેશભાઈ દોશી એ કહ્યું હતું કે તમે જાહેરમાં કહો છો કે બધી વ્યવસ્થા થઈ છે અને વાસ્તવમાં કશું થયું નથી તો આવું કેમ ચાલે. ?ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉના કાર્યક્રમમાં પણ દર્શિતાબેન શાહની ઓછી સક્રિયતા ચર્ચાનો મુદ્દો બની હતી અને તેથી જ આ વખતે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભૂતકાળમાં યારે રામ મંદિરના મામલે વોર્ડમાં ઝંડી વિતરણની સૂચના આપવામાં આવી ત્યારે પણ દર્શિતાબેને જે જવાબ આપ્યો હતો તેનાથી પણ વિવાદ થયો હતો. ગઈકાલની આ ઘટનાને સાઈડમાં રાખીને અત્યારે તો ભાજપની ટીમ વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં લાગી ગઈ છે. પરંતુ ત્યાર પછી આ મામલે કાર્યવાહીની શકયતા નકારાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application