રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રેલવે તત્રં પાસે પિયા ૩૩ કરોડ જેટલી ટેકસ રિકવરી કાઢીને ભરઉનાળે ૧૨–૧૩ દિવસથી રેલવે કવાર્ટર્સ માટેની વોટર સપ્લાય કાપી નાખતા ૭૦૦ થી વધુ રેલ કર્મચારી પરિવારો ઉપર જળસંકટ આવી ગયું છે, ને રેલવે તત્રં દ્રારા ટેન્કર દ્રારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કર્મચારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટેકસની ગણતરીમાં મોટી ભૂલ હોવાનો ખુદ મ્યુ. કોર્પેા.ના અધિકારીઓએ સ્વિકાર કર્યેા હોવા છતાં અને રેલવે તત્રં પાણી વેરા પેટે છ૨૦.૭૬ લાખ પાંચેક દિવસ પહેલા ભરી દીધા હોવા છતાં રેલ્વે કવાર્ટર્સનું પાણી જોડાણ ચાલુ કરવામાં નહિ આવતા કર્મચારીઓ પાણીની હાડમારી ભોગવી રહ્યા છે. જોકે શહેરના ૬ અંડર બ્રિજ ઓવરબ્રિજ પેટે મ્યુનિસિપલ કોર્પેારેશન પાસે રેલવેનું પણ ૨૩ કરોડથી વધુ રકમનું લેણું નીકળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશને ભૂલ ભરેલી ગણતરી કરીને આશરે રૂપિયા ૩૨.૬૭ કરોડ જેટલી ટેકસ રિકવરી કાઢીને ૧૬મી માર્ચથી કોઠી કમ્પાઉન્ડ અને જામનગર રોડ લોકો કોલોનીના કુલ ૧૬ સમ્પની વોટર સપ્લાય કાપી નાખતા ૭૧૫ કવાર્ટર્સમાં રહેતા રેલ કર્મચારીઓના પરિવારો ઉનાળો બેસતા જ પાણીની હાડમારીમાં મુકાઈ ગયા છે. જોકે રેલવે દ્રારા ટેન્કર દ્રારા પાણી શ કરાયું છે, પરંતુ તેમાં લાંબી લાઈન સહિતની અનેક મર્યાદાઓ રહે છે.
ટેકસ આકારણીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની ભૂલ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ રેલવેની પ્રોપર્ટીઝમાં વોટર સપ્લાય સિવાયની અન્ય સેવાઓ મ્યુનિસિપલ કોર્પેારેશને આપવાની થતી નથી. આથી જ બંને વચ્ચે થયેલા એમઓયુ મુજબ રેલ્વે પ્રોપર્ટી ટેકસના ૫૦% રકમ સર્વિસ ટેકસ તરીકે રેલવેએ મ્યુ. કોર્પેા.ને ચૂકવવાની થાય. જે એમઓયુ મુજબ મ્યુનિસિપલ કોર્પેારેશને રેલવેને ૨૦૨૧–૨૨ સુધીના સર્વિસ ટેકસનું ૧૪.૯૬ કરોડનું બિલ આપ્યું હતું, ત્યાર પછીના ૨૦૨૨–૨૩ના વર્ષનું સર્વિસ ટેકસનું બિલ સીધું જ વધીને પિયા ૩૨.૬૭ કરોડ આપ્યું હતું.
જેની સામે રેલવેએ મહાનગરપાલિકા સમક્ષ વાંધો રજૂ કરીને અધિકારીઓની ગણત્રીમાં મ્યુનિસિપલ કોર્પેારેશનની ખામીઓ નીકળી હતી. ત્યાર પછી રેલવે અને મ્યુનિસિપલ કોર્પેારેશનના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી, તેમાં મ્યુ. કોર્પેાના અધિકારીઓએ સીસ્ટમ એરર હોવાનો સ્વીકાર કરીને રિવાઇડ બિલ આપવાની ખાતરી આપી હતી, જે હજી સુધી રેલવેને મળ્યું નથી, દરમિયાન રેલવે તત્રં દ્રારા એકચ્યુઅલ વોટર ટેકસ પેટે છ૨૦.૭૬ લાખની રકમ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં ભરપાઈ કરી દીધી હોવા છતાં હજી સુધી રેલ્વે એક કવાર્ટર્સ વોટર સપ્લાયના જોડાણ ચાલુ કરવામાં આવ્યા નથી
રેલવેનું રાજકોટ મ્યુ. કોર્પેા. પાસે ૨૩.૫૫ કરોડનું લેણું
રાજકોટમાં રેલવેના અંડરબ્રિજ, ઓવરબ્રિજ સહિતના કેટલાક કામો પેટે મ્યુનિસિપલ કોર્પેારેશન પાસે . ૨૩.૫૫ લાખનું લેણું નીકળે છે. તેમાં રેલ નગર અંડર બ્રિજ, મવડી પ્લોટ ઓવરબ્રિજ, મોરબી રોડ ઓવરબ્રિજ, આમ્રપાલી અંડર બ્રિજ, લક્ષ્મીનગર અંડર બ્રિજ અને હોસ્પિટલ ચોક ૩ આર્મ ઓવરબ્રિજ ઉપરાંત લેવલ ક્રોસિંગ મેન્ટેનન્સ સહિતના નાણાનો સમાવેશ થાય છે.
મ્યુનિ. કોર્પેા. દ્રારા સુપ્રીમ કોર્ટની ૨૦૦૯ની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન અને રેલવે તત્રં વચ્ચેનો એક વિવાદ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા તા.૧૯ ૧૧ ૨૦૦૯ના રોજ સુપ્રીમ કોર્ટે ગાઈડ લાઈન આપી હતી, જેમાં મ્યુનિસિપલ કોર્પેારેશને સર્વિસ ટેકસની વસુલાત મેળવવા કોઈપણ જાતના કડક પગલાં જેમ કે પુરવઠો કે સેવાઓ બધં કરવાનો આશરો લેવો નહીં, તેવી સ્પષ્ટ્ર સૂચના છે, તેમ છતાં રાજકોટ મનપાના આક્રમક પગલાંથી ૭૦૦ થી વધુ કર્મચારી પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech