નેપાળની સરહદે આવેલા તિબેટના પર્વતીય પ્રદેશ શિજાંગમાં આજે સવારે એક કલાકની અંદર સતત છ ભૂકંપના આંચકા આવ્યા હતા, જેમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો સમાવેશ થાય છે. તિબેટમાં ભૂકંપથી મોતનું તાંડવ થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ભૂકંપના કારણે તિબેટમાં જાનમાલનું નુકસાન થયું છે અને લગભગ 95 લોકોના મોત થયા છે. તિબેટના શિગાત્સે શહેરમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ છે.
લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે, ઝિચાંગ સ્વાયત્ત ક્ષેત્ર (તિબેટ)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1 તિવ્રતાના ભૂકંપમાં 95 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત સિક્કિમ, અન્ય પૂર્વોત્તર રાજ્યો, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ભૂકંપના તિવ્ર આંચકા અનુભવાયા હતા. નેપાળની રાજધાની કાઠમંડુમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી શેરીઓ અને ખુલ્લી જગ્યાઓ તરફ દોડી આવ્યા હતા.
અચાનક બેડ ધ્રુજવા લાગ્યો
ચીની મીડિયા અનુસાર, ભૂકંપના કેન્દ્રની નજીક ઘણી ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ છે. ચીનના જાહેર પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું હતું કે, "ડીંગરી કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને ભૂકંપના કેન્દ્રની નજીકની ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી." નેપાળની રાજધાની કાઠમંડુમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કાઠમંડુની રહેવાસી મીરા અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, 'હું સૂઈ રહી હતી, અચાનક બેડ ધ્રુજવા લાગ્યો. મને લાગ્યું કે મારું બાળક પથારીને હલાવી રહ્યું છે. મેં બહુ ધ્યાન ન આપ્યું, પણ બારીની ધ્રુજારીએ મને અહેસાસ કરાવ્યો કે જોરદાર ધરતીકંપ આવ્યો છે. હું ઝડપથી મારા બાળક સાથે ઘરની બહાર દોડી ગઈ અને ખુલ્લા મેદાનમાં જતી રહી હતી.
શિગાત્સે શહેરમાં ભૂકંપની તિવ્રતા 6.8 નોંધી હતી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 6:35 વાગ્યે નેપાળ-તિબેટ સરહદ નજીક શિજાંગમાં 7.1ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ આવ્યો હતો. આ તિવ્રતાના ધરતીકંપને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે અને તે ગંભીર નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. ચીનના અધિકારીઓએ તિબેટના બીજા સૌથી મોટા શિગાત્સે શહેરમાં ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી હતી. એક કલાકની અંદર, તે જ શિજાંગ વિસ્તારમાંથી વધુ 5 ભૂકંપ અનુભવાયા હતા, જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 અને 4.9 માપવામાં આવી હતી. ભારત અને યુરેશિયાની ટેક્ટોનિક પ્લેટો જ્યાં અથડાય છે ત્યાં ભૂકંપનું કેન્દ્ર હતું.
ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 કિમી ઊંડું નોંધાયું
આ ટેકટોનિક પ્લેટોના અથડામણને કારણે હિમાલયની રચના થઈ છે. આ પ્લેટોની અથડામણથી હિમાલયની પર્વતમાળામાં એટલો મજબૂત ઉભરો સર્જાય છે કે વિશ્વના કેટલાક સૌથી ઊંચા શિખરોની ઊંચાઈ બદલાઈ શકે છે. સીસીટીવી અનુસાર, છેલ્લા 5 વર્ષમાં શિગાત્સે શહેરની 200 કિમીની ત્રિજ્યામાં રિક્ટર સ્કેલ પર 3 કે તેથી વધુની તિવ્રતાના 29 ભૂકંપ આવ્યા છે. જો કે આ તમામ ભૂકંપ મંગળવારે સવારે આવેલા ભૂકંપ કરતાં ઓછા શક્તિશાળી હતા. શિજાંગમાં આવેલા 7.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું અને તે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech