બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીમલા ગામે ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સના પકડવા ગયેલા વરતેજ પોલીસના જવાનો સાથે આરોપી શખ્સ અને તેના પત્ની સહિતના સગા-સબંધીઓએ ઝપાઝપી કરી ધક્કે ચડાવી ફરજમાં રૂકાવટ કરી શખ્સને નહીં પકડવા દેવા માટે મદદગારી કરી હતી. જે બનાવ અંગે વરતેજ પોલીસના કોન્સ્ટેબલે દંપતી સહિત પાંચ સામે બરવાળા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બરવાળાના ટીંબલા ગામે રહેતો વિજય વિનોદભાઈ રાઠોડ નામના શખ્સ સામે ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૫ એઈ, ૧૧૬બી, ૮૧, ૯૮ (૨) મુજબ ગુનો દાખલ થયેલો હોય, જે ગુનાના કામે આરોપી નાસતો-ફરતો હોવાથી લોકસભા ચૂંટણી અન્વયે ઉપરી અધિકારીની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ| ધરવામાં ચાલતી હોય, દરમિયાનમાં સવારના સમયે વરતેજ પોલીસના કોન્સ્ટેબલ અજીતભાઈ હિંમતભાઈ પનારા, શક્તિસિંહ વિરમદેવસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ માનસંગભાઈ મોરી સહિતનો સ્ટાફ બરવાળા પહોંચ્યો હતો. ત્યાંથી બરવાળા પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ તખુભા ગોહિલને સાથે રાખી પોલીસ જવાનોએ ટીંબલા ગામે જઈ આરોપી શખ્સ વિજય રાઠોડને તેના ઘરેથી પકડી પાડી બાદમાં કારમાં બેસાડી પોલીસ મથકે લાવવા નીકળ્યા હતા. ત્યારે શખ્સે બૂમાબૂમ કરતા તેના પત્ની રવિનાબેન, તેના ભાઈ અજયએ આવી તમે કેમ વિજયને પકડી લઈ જાઉ છો ? તેમ કહેતા શક્તિસિંહ ચુડાસમાએ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. બાદમાં આરોપીને કારમાં બેસાડતા તેની પત્ની પણ સાથે આગળની સીટ ઉપર બેસી ગઈ હતી. અને વિજયને પકડવામાં અડચણ ઉભી કરવા લાગી હતી. આ સમયે તેના સબંધી હિંમત ભોરણિયા, વિનોદ વગેરેએ આવી પોલીસ સાથે બોલાચાલી અને ધક્કા-મુક્કી કરી હે.કો. અજીતસિંહ મોરીના ડાબા હાથના બાવડામાં નખ મારી ઈજા પહોંચાડી પોલીસ (રાજ્યસેવક)ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસના પો.કો. અજીતભાઈ પનારાએ વિજય વિનોદભાઈ રાઠોડ, રવિનાબેન વિજયભાઈ, વિનોદ, અજય વિજયભાઈ અને હિંમત ભોરણિયા (રહે, તમામ ટીંબલા, તા.બરવાળા) વિરૂધ્ધ બરવાળા પોલીસમાં આઈપીસી ૧૮૬, ૩૩૨, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાવતા બરવાળા પોલીસે ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech