ગુજરાત રાયમાં શાળા પ્રવેશોત્સવ બાદ પણ રાય સરકાર ડ્રોપઆઉટ રેશિયો કાબુમાં લાવી શકતો નથી રાયના સાત જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ૩૦% થી વધુ જોવા મળ્યો છે જેમાં દેવભૂમિ દ્રારકા બોટાદ કચ્છ ખેડા પાટણ ડાંગ અને વડોદરા જિલ્લ ાનો સમાવેશ થાય છે. દેવભૂમિ દ્રારકામાં ૩૫.૪૫ ટકા બોટાદમાં ૩૨.૭૪ ટકા કચ્છમાં ૩૨.૬૩ ટકા ખેડામાં ૩૦.૨૫ ટકા પાટણમાં ૩૩.૫૬ ટકા ડાંગમાં ૩૩.૩૯ ટકા અને વડોદરામાં ૩૧.૯૫ ટકા. ડ્રોપ આઉટ રેસીયો જોવા મળ્યો છે.
૨૧ માં શાળા પ્રવેશોત્સવ બાદ પણ ધોરણ નવ અને દસમા વિધાર્થીઓનું ડ્રોપાઉટ ૨૩.૨૮% નોંધાયો છે આટલો ઐંચો ડ્રોપ આઉટ ખૂબ જ ગંભીર છે. શિક્ષણ પ્રોત્સાહનના નબળા પરિણામની નિશાની છે રાયમાં ધોરણ ૧થી ૫ માં ૧.૧૭ ટકા ધોરણ ૬થી ૮ માં ૨.૬૭ ટકા ધોરણ ૧૧–૧૨માં ૬.૧૯% અને ધોરણ ૯–૧૦માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં ૩૫.૪૫ ટકા અને સૌથી ઓછો રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન વિસ્તારમાં ૮.૫૩ ટકા ડ્રોપ આઉટ રેશિયો જોવા મળ્યો છે.
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદાજુદા કારણોથી શાળા બહાર રહેલા ૬થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ–૧થી ૧૨નું શિક્ષણ પુર્ણ કરી શકયા નથી તેવા શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમના શૈક્ષણિક પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે. રાઈટ ટુ એયુકેશન એકટ
અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, જે અન્વયે બાળકોનો સર્વે કરીને બાળકોની વયને અનુપ શૈક્ષણિક પુન: વસન અને જર પડે તો ખાસ તાલીમ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના ડાયસના ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ટ્રાન્ઝીશનરેટ ઓછો છે. ધોરણ–૬થી ૮ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેટ વધારે છે, આ બાળકોને મુખ્યધારામાં લાવવા માટે બાળકોનો સર્વે કરવા માટે આદેશ અપાયો છે.
રાયના ૭.૫૮ લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુન: શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આવા બાળકોનો સર્વે કરવા માટે સુચના અપાઈ છે. આ માટે ૩૦ નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ઓકટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧.૧૫ લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, રાયમાં ધો. ૯, ૧૦માં ડ્રોપઆઉટ રેશિયો ૨૩.૨૮% થયો છે. ૨૧ શાળા પ્રવેશોત્સવ બાદ પણ રેશિયો ઐંચો નોંધાયો છે. રાયમાં અનટ્રેસ–ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા ૭.૫૮ લાખ નોંધાઇ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૧ લાખથી વધુ બાળકો અનટ્રેસ છે. ધો. ૧થી ૫માં ૧.૧૭%, ધો. ૬થી ૮માં ૨.૬૮% ડ્રોપઆઉટ રેટ યારે ધો. ૮ પછી ગલ્ર્સ કરતા બોય્ઝનો રેટ ઐંચો છે. આમ, શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કામોના અભાવનું આ પરિણામ છે તેવું લાગી રહ્યું છે.
રાયના ધોરણ–૧થી ૫નો ડ્રોપ આઉટ રેટ ૧.૧૭, ધોરણ–૧થી ૭નો ડ્રોપ આઉટ રેટ ૨.૬૮, ધોરણ–૯થી ૧૦નો ડ્રોપ આઉટ રેટ ૨૩.૨૮ અને ધોરણ–૧૧થી ૧૨નો ડ્રોપ આઉટ રેટ ૬.૧૯ છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકની વયકક્ષા મુજબ જે તે ધોરણમાં નામાંકનના પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ધોરણ–૫ના તમામ બાળકો ધોરણ–૬માં પ્રવેશે તે માટે અને ધોરણ–૮ના તમામ બાળકો ધોરણ–૯માં નામાંકન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ, છતાં ઘણા બાળકો અનટ્રેક રહેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech