પાક કાપણીનો અભિનય કરતી ‘ડ્રીમ ગર્લ’ જબરી ટ્રોલ થઈ

  • April 13, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેન્સએ ટીકા કરી કે આ પબ્લિસિટી સ્ટંટ રહેવા જ દો


બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેઓ ખેતરમાં પાક લણતા જોવા મળે છે. કાંજીવરમના સાડી પહેરેલા અને ઘઉંના પાકની લણણી કરતા તેના ફોટા જોઈને કેટલાક નેટીઝન્સ નારાજ થઈ ગયા છે. નેટીઝન્સ ટીકા કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણીના બેકગ્રાઉન્ડમાં આ એક માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.આવું રહેવા જ દો. 

હેમા માલિનીએ 2014 અને 2019માં પણ મથુરાથી ચૂંટણી જીતી છે. ભાજપે ફરી એકવાર તેમને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે હેમા માલિની ખેતરોમાં જઈને આ રીતે તસવીરો ખેંચી હોય. 2019માં પણ તેણે ખેતરમાં પાક લણવાની તસવીરો લીધી હતી. ત્યારે પણ હેમા માલિનીને ટ્રોલ કરવામાં આવી હતી.તેમ છતાં હેમા આ હરકતો મુતા નથી.


હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ચાર અલગ-અલગ તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં  મહિલા ખેત કામદારો સાથે હેમાં એ  પોઝ આપ્યા છે.આ ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું, 'આજે હું ખેડૂતોના ખેતરોમાં તેમની સાથે વાતચીત કરવા ગઈ, જેમને હું છેલ્લા દસ વર્ષથી નિયમિતપણે મળી રહી છું. તેઓ મને મળીને ખૂબ ખુશ થયા અને મને ફોટો પડાવવા માટે વિનંતી પણ કરી. તેથી જ મેં આ ફોટા લીધા છે.'


આ તસવીરોને કારણે હેમા માલિની ઘણી ટ્રોલ થઈ રહી છે. 'એપ્રિલ મહિનામાં કાંજીવરમ સિલ્કની સાડી પહેરીને, છૂટા વાળ સાથે પીઆર સ્ટંટ કરવું કેટલું યોગ્ય છે? ચાહકોએ લખ્યું કે  ખેડૂતોની મજાક ન કરો. લોકોએ તમને શા માટે મત આપવો જોઈએ? તમે માથુરા માટે શું કર્યું', 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application