ટાઇટેનિક ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં દેખાતા દરવાજાએ કરોડો કમાવ્યા

  • March 28, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે દરવાજાએ રોઝનો જીવ બચાવ્યો હતો તેની  7,18,750 ડોલરમાં હરાજી

ટાઇટેનિકના દરવાજાની 5.83 કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. ટાઈટેનિક ફિલ્મ આજે પણ સૌની પસંદ છે.ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો અને કેટ વિન્સલેટ (જેક અને રોઝ) જે લાકડાના પાટિયા પર જોવા મળ્યા હતા તેની હરાજી ( 718,750) ડોલર કરતાં વધુમાં કરવામાં આવી છે.ફિલ્મ ટાઈટેનિકને 25 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે આ ફિલ્મને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મને પસંદ કરવાનું કારણ પણ ખાસ છે.કારણ કે, કોઈને આ ફિલ્મની લવ સ્ટોરી ખુબ પસંદ આવી તો કોઈને ફિલ્મનો લાસ્ટ પાર્ટ ખુબ પસંદ આવ્યો હતો.આ ફિલ્મના સ્ટારની ફેન ફોલોઈંગ પણ શાનદાર છે.લિયોનાર્ડો ડિકૈપ્રિયો અને કેટ વિંસલેટની લવ સ્ટોરીમાં જે દરવાજાની ખુબ ચર્ચા થઈ હતી, જેના કારણે રોઝનો જીવ બચ્યો હતો. હવે આ દરવાજાની હરાજી થઈ છે.ધ હોલીવુડ રિપોર્ટના રિપોર્ટ મુજબ જે દરવાજાએ રોઝનો જીવ બચાવ્યો હતો, તે જ જૈકના નિધનનું કારણ માનવામાં આવે છે. હાલમાં એક હરાજીમાં જે દરવાજો 718,750 ડોલરમાં થઈ છે.આ સિવાય જે ડ્રેસ કેટ વિંસલેટે પહેર્યો હતો તેની પણ હરાજી 125,000 ડોલરમાં થઈ છે. ફિલ્મમાં પહેરેલો કેટનો શિફૉન ડ્રેસ પણ 125,000 ડોલરમાં હરાજી થઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News