પોરબંદરમાં સરકારી કર્મચારીની સજા માફ કરી ડિસ્ટ્રીક્ટ કોર્ટે પ્રોબેશનનો લાભ આપ્યો છે.
પોરબંદરમાં સરકારી કચેરીમાં પટાવાળા તરીકે કામ કરતા વિજય રમણીકલાલ ધરાદેવને અગાઉ ચીફ કોર્ટ દ્વારા જેલની સજા કરેલી હતી અને તેની સામે તેમના એડવોકેટ એમ.જી. શીંગરખીયા તથા ભરતભાઇ લાખાણી મારફતે ડિસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરી હતી અને તે અપીલના કામે એડવોકેટ દ્વારા આરોપીને પ્રોબેશનનો લાભ આપવા માટે વિગતવાર અરજી કરતા અને તે સંબંધે દલીલમાં જણાવેલ કે, હાલના આરોપી સરકારી કર્મચારી છે અને કોઇ ખોટી ઉચાપત કરેલ નથી. કોઇ સમાજ વિરોધી ગુન્હો કરેલ નથી અને પોતાના પ્રોવિડન્ડ ફંડના પૈસા ઉપાડવા સંબંધેની અરજીમાં અધિકારીની સંમતિ બદલની ખોટી સહી કરેલી હોય તેવો આરોપ છે. પરંતુ ખરેખર કોઇ ખોટા ડોકયુમેન્ટો ઉભા કરેલ ન હોય, કોઇ નાણાની ઉચાપત થયેલ ન હોય અને પ્રોવિડંડ ફંડની રકમ પોતાની જમા કરાવેલી રકમ હોય અને તેથી તેમાં ઉપાડવા સંબંધેનુ ખોટુ કરવાનું કોઇ કારણ ન હોય અને તેની પત્નીના ભરણપોષણના કેસો ચાલતા હોય અને તેની માતાને કેન્સર હોય તેની સારવાર ચાલતી હોય અને તે રીતે જવાબદારીથી ઘેરાયેલી વ્યક્તિ હોય અને કોઇ ગુન્હો કરવાનો ઇરાદો ન હોય કોઇ ગુન્હાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ન હોય અને તે રીતે જેલમાં મોકલવાના બદલે તેને પ્રોબેશનનો લાભ આપી છોડી મુકવો જોઇએ. તેવી દલીલ કરતા અને તે સંબંધેની ઓથોરીટી રજૂ કરતા એડીશનલ ડિસ્ટ્રીકટ જજ શર્મા દ્વારા ક્રિ.પ્રો. કોડની કલમ-૩૬૦ તથા પ્રોબેશન ઓફ ઓફેન્ડસ એકટની કલમ-૩ તથા ૪ની જોગવાઇઓ ધ્યાને લઇને આરોપીનો કોઇ ગુન્હાહીત ઇતિહાસ ન હોય, સરકારી કર્મચારી હોય તે બાબત ધ્યાને લઇ નીચેની કોર્ટે કરેલી સજા માફ કરીને અને સાથે સાથે આ પ્રોબેશનથી તેની સરકારી નોકરીની કોઇ બાબતને ઇફેકટ આવશે નહીં તેવો પણ હુકમ કરેલો હોય અને તે રીતે એક સરકારી કર્મચારીને આ ચુકાદાથી મોટી રાહત મળેલ છે અને નોકરીના તમામ લાભો પણ કાયમ રહેશે.
આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ એમ.જી. શીંગખરીયા, ભરતભાઇ લાખાણી, વિનુભાઇ પરમાર, નવઘણ જાડેજા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech