બોલીવુડ સ્ટાર સલમાન ખાન અને પાપારાઝી (મીડિયા ફોટોગ્રાફર્સ) વચ્ચે હિન્દુજા હોસ્પિટલની બહાર શ થયેલો ભારે વિવાદ આખરે અત્રે સુખદ અંત પામ્યો છે. તાજેતરમાં અભિનેતા રિતેશ દેશમુખની અપકમિંગ ફિલ્મ ‘રાજા શિવાજી’ની સક્સેસ પાર્ટી યોજાઈ હતી, જેમાં સલમાન ખાન ઓલ-બ્લેક આઉટફિટમાં ભવ્ય એન્ટ્રી કરી પહોંચ્યો હતો. સલમાનને જોતા જ ત્યાં હાજર તમામ પાપારાઝીએ તેને ઘેરી લીધો હતો અને પોતાની ભૂલ સ્વીકારીને એકસુરે "સોરી ભાઈજાન..." કહીને માફી માંગવા લાગ્યા હતા. મીડિયાકર્મીઓનો આવો પસ્તાવો જોઈને સલમાન ખાને પણ દરિયાદિલી દાખવીને તેમનો ગુસ્સો શાંત કર્યો હતો અને હસતા મુખે બધાની માફી સ્વીકારી લીધી હતી. આ પ્રસંગે ફિલ્મ ‘રાજા શિવાજી’ના લીડ એક્ટર અને ડિરેક્ટર રિતેશ દેશમુખ પણ સલમાનની સાથે ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
આ સમગ્ર વિવાદની શઆત મંગળવારે થઈ હતી, જ્યારે સલમાન ખાન પોતાની ચુસ્ત સિક્યોરિટી ટીમ સાથે હિન્દુજા હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યો હતો. તે સમયે ગંભીર માહોલમાં પણ પાપારાઝીએ સલમાનને જોઈને તેની આગામી ફિલ્મ ’માતૃભૂમિ’ના નામની જોરજોરથી બૂમો પાડવાનું શ કરી દીધું હતું. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે મીડિયાનું આવું બેજવાબદાર વર્તન જોઈને સલમાન ખાન ભારે ગુસ્સે ભરાયો હતો અને તેણે ઘટનાસ્થળે જ ઊંચા અવાજે પાપારાઝીને બરાબરનો ઠપકો આપ્યો હતો. સલમાન ખાનનું માનવું હતું કે કોઈના દર્દ કે મુશ્કેલ સમયનો ઉપયોગ ટીઆરપી અથવા પૈસા કમાવા માટેની મજાક ન બનાવવો જોઈએ. આ ઘટનાથી ભારે નારાજ થયેલા સલમાન ખાને મોડી રાત્રે અંદાજે ૩ વાગ્યે સોશિયલ મીડિયા પર અલગ-અલગ એક્સપ્રેશન્સ સાથે પોતાની સેલ્ફી પોસ્ટ કરીને ચેતવણીઓનો ઢગલો કરી દીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા લખ્યું હતું કે, "જો આગામી સમયમાં કોઈ પ્રેસવાળાએ હોસ્પિટલમાં મારા દર્દની મજા લેવાનો પ્રયત્ન કર્યો, તો હું સહન નહીં કરું. ફિલ્મ કરતાં જિંદગી વધુ મહત્વની છે." પોતાના ગુસ્સાને આખરી ઓપ આપતા ૬૦ વર્ષીય અભિનેતાએ કડક શબ્દોમાં પડકાર ફેંક્યો હતો કે, "હું ૬૦ વર્ષનો થઈ ગયો છું, પણ લડવાનું ભૂલ્યો નથી એ યાદ રાખજો. જેલમાં નાખશો, હા હા... પણ ભાઈના દુ:ખ પર આગામી વખતે મારી સાથે આવો પ્રયાસ કરી જોજો." જો કે, આ તીખા આક્ષેપો બાદ હવે પાર્ટીમાં થયેલી માફી-મુલાકાતથી બોલીવુડનો આ મોટો વિવાદ સંપૂર્ણપણે શમી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application