3.30 લાખની રોકડ કબ્જે : સગીર સહિત ત્રણની અટકાયત
ખંભાળીયાના વિજય સીનેમા પાસે ચાની હોટલમાંથી રોકડા 3.30 લાખની ચોરીનો ભેદ ગણતરીના દિવસમાં ખંભાળીયા પોલીસે ઉકેલી નાખ્યો છે, એક સગીર સહિત ત્રણને રોકડ સાથે પકડી લીધા હતા.
દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતીએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના કરી હતી.
ખંભાળીયા પોલીસ સ્ટેશનના 380, 454, 457 મુજબનો ગુનો ગત તા. 17ના રોજ જાહેર થયેલ જે ગુનાના કામે ફરીયાદીની ખંભાળીયા વિજય સિનેમા પાસે આવેલ ભગાભાઇ ચા વાળી હોટલની અંદરના ભાગે આવેલ મમાંથી રોકડા 3.30 લાખની અજાણ્યા ચોર ચોરી કરી ગયા હતા. જે અનુસંધાને ખંભાળીયા ઇન્ચાર્જ પીઆઇ એસ.વાય. ઝાલા, પીએસઆઇ વી.બી. પીઠીયા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે મળી ઉપરોકત ગુનાના કામે વર્કઆઉટ કરેલ બનાવવાળી હોટલની આસપાસ કામ કરતા મજુરી કરતા ઇસમોની રોજબરોજની પ્રવૃતી ઉપર વોચ રાખવા સુચના તથા માર્ગદર્શન આપેલ હતું.જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા ખીમાભાઇ કરમુર તથા હેમતભાઇ નંદાણીયાને મળેલ ચોકકસ હકીકત આધારે 3 આરોપીઓ જેમાથી એક ઇસમ કાયદાથી સંઘર્ષીત કિશોરવાળઓ પાસેથી ચોરી કરેલ કુલ રોકડા 3.30 લાખ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે ખંભાળીયાના અજમેરપીરની ટેકરી ખાતે રહેતા સંજુ રમુ ગોદડીયા અને રામુ કરશન ભાટી તથા એક સગીરની અટકાયત કરી હતી અને ચોરી સબંધે વધુ પુછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech