ઓમ મંગલમ ઓમકાર મંગલમ...સોમ મંગલમ સારધાર મંગલમ..... આજથી પવિત્ર શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાની શરૂઆત અને આજે પ્રથમ સોમવાર એ ભાવિકોની ભક્તિનો સાગર હિલોળે ચડ્યો છે. શ્રાવણ મહિનાના આગમનને વધારવા માટે ભાવિકોમાં ગઈકાલથી જ ભારે ઉત્સાહ છવાયો હતો અને તપ જપ ખાતે પવિત્ર શ્રાવણ માસનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 72 વર્ષ બાદ શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી અને પુર્ણાહુતી પણ સોમવારે થશે. આ વખતે પાંચ સોમવારનો સંયોગ રચાયો છે. આ વખતે શ્રાવણ મહિનાનું વિશિષ્ટ મહત્વ છે. અમૃત સિદ્ધિ યોગ,પ્રીતિયોગ,સવર્થિ સિદ્ધિ યોગ જેવા નવ જેટલા યોગનો સંયોગ પણ 10 વર્ષ બાદ રચાયો છે. આ વિશેષ યોગમાં શિવ આરાધનાનું પુણ્ય પણ અનેક ગણું વધી જાય છે.
આજે સવારથી ઓમ નમ: શિવાયના જયઘોષ સાથે શિવજીની ભક્તિમાં ભાવિકો લીન થયા છે. શ્રાવણ મહિના સાથે જ અનેકવિધ તહેવારોનું આગમન થશે. મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન નિરાકાર અને નિર્લેપ છે. ભગવાન સદાશિવે પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કયર્િ છે. વિષ્ણુ ભગવાન ના 24 અવતાર છે તો મહાદેવજીના 100 અવતાર છે.
શ્રાવણ મહિનાની શરૂઆત અને પ્રથમ સોમવાર હોવાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા ના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર -ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તોની ભક્તિ સોમનાથના સાગરની જેમ ઉછળી રહી છે. સોમનાથ દાદા ની શરણમાં ભાવિકોએ આજે પ્રથમ સોમવાર સાથે શ્રાવણ મહિનાની દિવ્ય શરૂઆત કરી હતી. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન દરરોજ દાદા ને અવનવા શણગાર, વિવિધ અભિષેક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. દેશ-વિદેશમાંથી ભાવિકો ડિજિટલ માધ્યમથી સોમનાથ દાદાના દર્શન અને ભક્તિ ઘરે બેઠા પણ કરી શકશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજકોટ માં સ્વયંભૂ રામનાથ મહાદેવ દાદાના સાનિધ્યમાં શ્રાવણ મહિના દરમિયાન અનેકવિધ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે મહાપૂજા, રુદ્રાભિષેક,શણગાર દર્શન , દરરોજ સંધ્યા આરતી તેમજ રાત્રિ મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ આખો મહિનો ભક્તિસભર કાર્યક્રમો યોજાતા હોય છે. રાજકોટ નજીક આવેલ ઘેલા સોમનાથ, ઇશ્વરીયા મહાદેવ રફાળેશ્વર, જડેશ્વર તેમજ સુપ્રસિદ્ધ અને પ્રાચીન શિવ મંદિરોમાં શ્રાવણ મહિનાના દિવ્ય આયોજન થયા છે આ ઉપરાંત આગામી દિવસોમાં ભક્તો માટે મેળાનું પણ વિવિધ આયોજન થતું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિનેશ બાંભણિયા, ઢેલીબેન સાજણ, વિક્રમ અને ગંગા ઓડેદરા સહિત ૩૦ને વીવીઆઇપી સુરક્ષા નહીં મળે
December 24, 2024 10:53 AMજૂનાગઢમાં કાલે ગુજરાતના શિરમોર પત્રકારોનો મેળાવડો
December 24, 2024 10:51 AMજૂનાગઢમાં ખ્રિસ્તી પરિવારો દ્રારા નાતાલ નિમિત્તે આજે મધરાત્રે ચર્ચમાં થશે પૂજન
December 24, 2024 10:42 AMજૂનાગઢથી માધવપુર ૧૨૫ કિ.મી. સુધી સાયકલોથોન
December 24, 2024 10:39 AMદ્વારકામાં 31st ને લઈ પોલીસની બાજ નજર
December 24, 2024 10:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech