ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે મિત્ર સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામીની હત્યા કરીને લાશ સળગાવી નાખી ખુદને મૃત જાહેર કરવાનો પ્રયાસ કરવાની ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં પોલીસે મુખ્ય આરોપી હસમુખ મૂળશંકર ધાનજા (ઉ.વ ૪૬)ને શુક્રવારે ઝડપ લીધો હતો.જેના રિમાન્ડ મંજુર થતા પોલીસે તપાસ દરમિયાન આરોપીના રાજકોટ સ્થિત ફલેટ પાસેથી મૃતક સંદીપના બુટ અને આરોપીએ જે દવા પીવડાવી હમસુખને બેભાન કર્યેા હતો.તે મેડિસિનની સ્ટ્રીપ કબજે કરી રિકવરી સિઝ પંચમાનું કયુ હતું.
ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે ગત તારીખ ૨૯૧૨ના મકાનમાંથી સળગેલી હાલતમાં લાશ મળી હતી. પ્રથમ આ લાશ હસમુખ મૂળશંકરભાઈ ધાનજા (ઉ.વ ૪૬, રહે. રાજકોટ)ની હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસની તપાસમાં આ લાશ ખરેખર હસમુખના મિત્ર સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી (રહે. નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ)ની હોવાનું માલૂમ પડયું હતું. જેથી મૃતકની પત્ની ગાયત્રીબેનની ફરિયાદ પરથી હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. જો કે, બાદમાં પણ હસમુખનો કોઈ પત્તો નહીં લાગતા હત્યાનાં કારણ અંગેનું રહસ્ય વધુ ઘેં બન્યું હતું.
આ દરમિયાન પોલીસે આરોપી હસમુખ ધાનજા રાજકોટથી જુનાગઢ તરફ જતો હોવાની માહિતી મળતા પોલીસે રસ્તામાં જ આરોપીને દબોચી લીધો હતો. આરોપી હસમુખની પુછતાછ કરતા કબુલાત આપી હતી કે, અયોધ્યાના શૈલેષ દુબે નામના વ્યકિત સાથે તેને પરિચય થતાં તેણે અયોધ્યામાં કેટરર્સનો મોટો કોન્ટ્રાકટ આપવાની વાત કરીને . ૨૦ લાખ માગ્યા હતા. આટલા પૈસા તેની પાસે ન હોવાથી રાજકોટમાં કેટરર્સના ધંધાર્થી ચીમનભાઈ પટેલને વાત કરતા તેમને રસ પડતા અયોધ્યાનાં શૈલેષ દુબેને રૃા. ૨૦ લાખ આપ્યા હતા. બાદમાં કેટરર્સનાં કોન્ટ્રાકટમાં હસમુખને કમિશન મળવાનું હતું. જો કે, બાદમાં શૈલેષ દુબે ગાયબ થઈ જતાં .૨૦ લાખ પરત લેવા માટે ચીમનભાઈએ હસમુખ પાસે ઉઘરાણી ચાલુ કરી હતી. બીજી તરફ અયોધ્યામાં મોટો કેટરીંગ કોન્ટ્રાકટ મળનાર હોવાની હસમુખે સંબંધીઓ અને પરિચીતોને વાત કરીને ત્યાં કામ–નોકરી અપાવી દેવાનાં બણગાં ફંકયા હતા. જેથી અયોધ્યાનાં કેટરીંગ કોન્ટ્રાકટ બાબતે બધી તરફથી દબાણ આવવા લાગતા કંટાળી જઈને તેણે પોતાના જ મિત્રની હત્યા બાદ તેની પાસે પોતાનું આઈકાર્ડ, મોબાઈલ, પાકીટ સહિત રાખી પોતાને મૃત દેખાડવા માટે લાશને સળગાવી નાખી હતી.
આ ચકચારી હત્યા પ્રકરણમાં આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે આરોપીના રિમાન્ડ મંજુર કર્યા હતાં.પોલીસે કેસ સંબંધિત પુરાવા એકત્ર કરવા તપાસ હાથ ધરી હતી. ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જે.પી.રાવએ જણાવ્યું હતું કે, આરોપી હસમુખ ધાનજાને તેના રાજકોટમાં જામગનર રોડ પર આવેલા વર્ધમાન કોમ્પ્લેકસમાં આવેલા ફલેટમાં લઇ જવામાં આવ્યો હતો.આરોપીએ સંદીપને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને બુટ પોતે પહેરી લીધા હોય અને તેના ચપ્પલ અહીં મૂકી દીધા હતાં.આરોપીએ અહીં ફલેટ આવી સંદીપના બુટ અહીં નજીકમાં જ ઘા કરી દીધા હતાં.પોલીસે આ બુટ કબજે કર્યા હતાં.આ ઉપરાંત આરોપી મગજની બીમારીથી પીડાતી હોય તે લોરાઝેફામ નામની ટેબલેટ લેતો હતો જેમાંથી એક ગોળી સંદીપને આપી તેને બેભાન કર્યેા હતો.પોલીસે આ મેડિસિનની સ્ટ્રીપ પણ કબજે કરી રિકવરી સીઝ પંચમાનું કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક્સિકો સરહદ પર ઈમરજન્સી લાગુ, શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
January 20, 2025 11:53 PMબાઇડેનના બધા સ્ટુપિડ આદેશો 24 કલાકમાં કરાશે રદ્દ... ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા કરી મોટી જાહેરાત
January 20, 2025 08:25 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech