આજે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય સચિવ ધનંજય દ્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરા પટેલ અને કલેકટર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા હરિયાણાથી લાઈવ જોડાયા અને આરોગ્ય ક્ષેત્રમાં થતા ગેરઉપયોગ અને નવા નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમા જણાવેલ હતુ કે નવી જંત્રી અંગે નિર્ણય લેતા પહેલા વાંધા સુચનો મંગાવવા માટેની મુદતમા વધારો કરવામા આવયો છે.જંત્રી બાબતે મંત્રીએ જણાવેલ કે વાંધા દાખલ કરવાની મુદત એક મહિને લંબાવી છે. વાંધાઓ ઓનલાઈન અને ઓફલાઈન સ્વીકારવામાં આવશે, અને તેમની સત્યતા પર પુરી રીતે અભ્યાસ કરવાથી મુખ્યમંત્રી દ્રારા આખરી નિર્ણય લેવામાં આવશે.ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નકલી ડિગ્રીના બનાવ અંગે વાત કરતાં જણાવ્યું કે, પોલીસ વિભાગે તરત જ કાર્યવાહી કરી છે અને ગુનેગારો પાસેથી નકલી ડિગ્રી મળવી એ ખોટા આક્ષેપોનો ખુલાસો કરાવવાનું છે. આરોગ્ય વિભાગ હવે પોલીસ સાથે મળીને તપાસમાં સહકાર આપી રહ્યું છે. મંત્રીે આ પ્રકારના બનાવો અટકાવવા માટે કિલનિક એસ્ટેબ્લિશમેન્ટ એકટ હેઠળ તમામ ડોકટરોની નોંધણી કરાવવાનો નિર્ણય લીધો છે.આયુષ્માન ભારત યોજનાને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાયમાં શ કરવામાં આવેલી આ યોજનામાં કયારેક એવા કેટલાક મામલાં સામે આવ્યા છે, જેમાં કેટલાક હોસ્પિટલોએ ગેરઉપયોગ કર્યેા છે. નવો (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) એક સાહમાં જારી કરવામાં આવશે, જેમાં હોસ્પિટલના ગ્રેડિંગ અને મનપા અને જીલ્લા કક્ષાએ મોનિટરિંગ પ્રક્રિયા સામેલ હશે. રાયના સાફુની ટીમ જીલ્લા કક્ષાએ તપાસ કરવામાં લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech