પોરબંદરના કૂતિયાણા તાલુકાના છત્રાવા ગામે નદીના પ્રવાહમાં ૧૯ વર્ષનો યુવાન તણાઇ ગયો હતો જેનો મૃતદેહ ચોવીસ કલાકે મળ્યો હતો.
બનાવની વિગત એવી છે કે કુતિયાણા તાલુકાના છત્રાવા ગામે રહેતો અભય ભુરાભાઇ ખુંટી નામનો ૧૯ વર્ષનો યુવાન તા. ૨૧-૧૦ના બપોરે છત્રાવા ગામે ધોબીડાના વાયામાં આવેલા નદીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. આથી ગ્રામજનોને જાણ થતા અભયને શોધવાની કોશિષ કરી હતી તેની સાથોસાથ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર જવાનો પણ દોડી ગયા હતા. શોધખોળ કરવા છતા પત્તો મળતો નહી હોવાથી કોસ્ટગાર્ડ અને નેવીને પણ જાણ કરી હતી અને દરિયાઇ સુરક્ષા એજન્સીના જવાનોએ પણ અભયની શોધખોળ હાથ ધરી હતી. હોળીઓ ઉતારીને તેની તપાસ હાથ ધરી હતી. પરંતુ ૨૧મી તારીખની રાત્રી સુધી કોઇ સફળતા મળી ન હતી. બીજે દિવસે ૨૨ના પણ ગ્રામજનો અને સુરક્ષા એજન્સીના જવાનો અભયની શોધમાં લાગી ગયા હતા પરંતુ અંતે બનાવના ચોવીસ કલાક પછી આ યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો.
છત્રાવાના છોટુભાઇ ધુણસરભાઇ ખુંટીએ સમગ્ર બનાવ પોલીસમાં જાણ કરતા કુતિયાણાના પી.એસ.આઇ. કે.એન. ઠાકરીયાએ આગળની તપાસ હાથ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech