સાવરકુંડલામાં ભાજપના મહામંત્રી–લોહાણા અગ્રણી ઉપર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો

  • November 29, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલામાં સમાજની વાડીને નડતર રૂપ કેબીન હટાવવાનું કહેતા પિતા પુત્રો સહિતના પાંચ શખસોએ પાવડાના હાથ વડે હત્પમલો કરી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો છે. જયારે અન્ય બે સગીર છે, બનાવને બે કોમ વચ્ચેનો બનાવી દેવાતા પોલીસનો ચાંપતો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. હત્પમલામાં જેને ઇજા થઇ એ સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી છે, જયારે અન્ય સામાજિક સંસ્થા સાથે જોડાયેલા અને આર.એસ.એસ.ના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરમાં પડતા વેપારીઓએ ધંધા રોજગાર બધં રાખી વિરોધ નોંધાવ્યો હતો.
બનાવની પ્રા વિગત સાવરકુંડલામાં આઝાદ ચોક આડી શેરીમાં રહેતા અને શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ સુરેશભાઈ નાગ્રેચા (ઉ.વ.૪૭)ના એ ટાઉન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં રહીમ ફતેહભાઇ ગોરી, ઇબ્રાહીમ ફતેહભાઇ ગોરી, શાહબુદીન રહીમભાઇ ગોરી અને બે અજાણ્યા નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, સવારે સાડા નવેક વાગ્યે ઘરે હતો ત્યારે લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ નરશીદાસ માધવાણીનો ફોન આવ્યો હતો અને સમાજની વાડીએ આવવા માટેનું કહેતા હત્પં ત્યાં પહોંચતા જ્ઞાતિના પ્રમુખ જગદીશભાઈ, ઉમેશભાઈ ઉનડકટ, રમેશભાઈ જીકાદરા ત્યાં ઉભા હતા અને અમારા સમાજનની વાડી સામે વાહન પાકિગનું કામ કડિયા દ્રારા ચણતર કામ શ હતું અને ત્યાં આગળ રહીમભાઈ ગોરી (પેઈન્ટર) પણ હતા જે કડિયાઓને કામ નહીં કરવાનું કહી ગાળો આપતા હતા આથી અમે રહીમભાઈને સમજાવતા વધુ ઉશ્કેરાયા હતા અને તેનો પુત્ર, તેના મોટાભાઈ એનો પુત્ર અને તેની સાથેના અજાણ્યા માણસોએ આવી ગેરકાયદેસર મંડળી રચી અમારા ઉપર પાવડાના હાથા વડે અને ઢીકાપાટુનો મારમાર માર્યેા હતો. અને ધમકી આપી હતી કે,તમારા સમાજની આગળ ચણતર કામ કયુ છે તો તમને બધાને મારી નાખવા પડશે. મૂઢ ઇજા થતા સારવાર માટે કે.કે.હોસ્પિટલએમાં સારવાર લીધી હતી. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.
બનાવને પગલે હોસ્પિટલ ખાતે વેપારીઓ સહિતના ટોળા ઉમટી પડા હતા અને કોમી વૈમનસ્ય ફેલાય એ પૂર્વે પોલીસએ શહેરમાં સડ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઘટનાને પગલે શહેરના વેપારીઓએ દુકાનો બધં રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓમાં આક્રોશન પગલે રેલી નીકળી હતી પરંતુ પોલીસે સમજાવીને અટકાવી હતી.

ધારાસભ્યએ પોલીસ ઉપર રોફ જમાવ્યો
શહેર ભાજપ મહામંત્રી અને વેપારી આધેડ સહિતના લોહાણા અગ્રણીઓ ઉપર હત્પમલાના બનાવને લઇ ધારાસભ્ય મહેશ કસવાલા હોસ્પિટલએ પહોંચી ખબર અંતર પૂછયા હતા અને બનાવની વિગત જાણી હતી બાદ મોટી સંખ્યામાં વેપારીઓ સહિતના હાજર હત્યા ત્યારે પોલીસ ઉપર રોફ જમાવવા માટે મોટે મોટેથી બોલવા લાગ્યા હતા કે, આ ગુજરાત છે કેરલ નથી. સંઘના કાર્યકર ઉપર ઉપર હત્પમલો થાય ત્યાં સુધી પોલીસ શુ કરે છે ? વધુમાં પોતે ડીઆઈજી અને ગૃહમંત્રી સુધી વાત કરવાંનુ કહ્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application