હર હર મહાદેવના મંત્રોચ્ચાર સાથે આજે વિશ્વ પ્રસિદ્ધ ધામ કેદારનાથ ધામના કપાટ વૈદિક મંત્રોચ્ચાર સાથે અને શુભ મુહત્પર્તમાં ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને તેમના પત્ની ગીતા ધામી પણ ધામમાં હાજર હતા.
રોજ સવારે સાત વાગ્યે કેદારનાથના દ્રાર સામાન્ય ભકતો માટે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. જે બાદ ઉનાળાના છ મહિના સુધી અહીં દરરોજ બાબા કેદારની પૂજા કરવામાં આવશે. કેદારનાથના પંચમુખી ઉત્સવ ડોળી ગૌરીકુંડથી પ્રસ્થાન કરી રાત્રી રોકાણ માટે કેદારનાથ ધામ પહોંચી હતી. ૬ મેના રોજ ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરની શિયાળુ બેઠક પરથી કેદાર બાબાની ચલ મૂર્તિ કેદારપુરી જવા રવાના થઈ હતી.
તે પહેલા પડાવમાં ગુકાશી, બીજા પડાવમાં ફાટા અને ત્રીજા પડાવમાં ગૌરીકુંડ પહોંચી હતી. મુખ્ય પૂજારી શિવશંકર લિંગે કેદાર બાબાની પંચમુખી ડોળીની વિશેષ પૂજા કરી હતી. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત ભકતોએ બાબા કેદારની પંચમુખી ભોગમૂર્તિના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. જે બાદ બાબા કેદારનાથની પંચમુખી ચાલવિગ્રહ ઉત્સવ ડોલી ભકતોના ઉલ્લાસ અને ૬–ગ્રેનેડિયર આર્મી રેજિમેન્ટના બેન્ડની ધૂન સાથે રવાના થઈ હતી.
બાબા કેદારની શોભાયાત્રા ભીંબલી, જંગલચટ્ટી, લીંચોલી થઈને બપોરે બાબા કેદારનાથ ધામ પહોંચી હતી. જયાં મંદિર સમિતિના કર્મચારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓએ ઉમળકાભેર સ્વાગત કયુ હતું. બદરી–કેદાર મંદિર સમિતિએ દ્રાર ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી.
આ પ્રસંગે મુખ્ય પૂજારી કેદારનાથ શિવશંકર લિંગ, જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવાર, આઈજી ગઢવાલ કરણ સિંહ, પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભદાને, બીકેટીસીના સીઈઓ યોગેન્દ્ર સિંહ, એકિઝકયુટિવ ઓફિસર આરસી તિવારી, વરિ વહીવટી અધિકારી ડીએસ ભુજવાન, યુદ્ધવીર પુષ્પવાન પ્રભારી, એસ.ડો., કેદાર સભાના પ્રમુખ રાજકુમાર તિવારી સહિત મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ ગંગોત્રી અને યમુનોત્રી ધામના શ્રી કપાટને ખોલવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગંગા અને યમુના મંદિરને પેઇન્ટિંગ કર્યા બાદ ફલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. શ્રી પચં ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે ગંગોત્રી મંદિરને ફલો અને પાંદડાઓથી શણગારવામાં આવ્યું છે
મંદિરને વીસ કિવન્ટલ ફૂલોનો શણગાર
બદરી કેદાર મંદિર સમિતિ દ્રારા કેદારનાથ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. દ્રાર ખુલ્યા બાદ મોટી સંખ્યામાં ભકતો ધામમાં પહોંચી રહ્યા છે. કેદારનાથ મંદિરને વીસ કિવન્ટલ ફલોથી શણગારવામાં આવ્યું છે. શિયાળાના છ મહિના પંચકેદારની બેઠક ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં આરામ કર્યા બાદ કેદારનાથ ધામના દ્રાર શુક્રવારે સવારે સાત વાગ્યે ભારત અને વિદેશના ભકતો માટે ખોલવામાં આવ્યા હતા
હેલિકોપ્ટર દ્રારા કરાઈ પુષ્પવર્ષા
સવારે ૭:૦૦ કલાકે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ જય બાબા કેદારના નારા સાથે ભકતોના દર્શન શ થયા હતા. દ્રાર ખોલવાના પ્રસંગે હેલિકોપ્ટર દ્રારા મંદિર પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે બાબા કેદારનાથ છ મહિના સુધી સમાધિમાં રહે છે. મંદિરના દરવાજા બધં થયા પછી અંતિમ દિવસે દોઢ કિવન્ટલ ભભૂતિ ચઢાવવામાં આવે છે. દરવાજા ખુલતાની સાથે જ બાબા કેદારનાથ સમાધિમાંથી જાગી જાય છે અને ભકતોને દર્શન આપે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech